ભાસ્કર એક્સક્લુઝિવ:નો રિપીટ થીયરી કાર્યાલય : ઓપી રોડના સૂર્યકિરણ બિલ્ડિંગમાં ચૂંટણી પ્રચાર માટે કાર્યાલય ખોલનાર ઉમેદવારો રિપીટ ના થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અકોટા બેઠક પર 2012થી અત્યાર સુધી એકેય ઉમેદવાર રિપીટ થયા નથી, સૌરભ પટેલ, સીમા મોહિલે બંને ઉદાહરણ
  • વોર્ડ-11ના કાઉન્સિલર રહેનાર પદ પામ્યા, ડૉ.વિજય શાહ પ્રમુખ, સીમા મોહિલે ધારાસભ્ય, ચૈતન્ય દેસાઇને ટિકિટ મળી

ઓ.પી.રોડના સૂર્યકિરણ બિલ્ડિંગમાં કાર્યાલય ખોલનાર પૂર્વ મંત્રી સૌરભ પટેલ તથા સીમા મોહીલે બંને અકોટા બેઠક પર રીપીટ થયા નથી. વોર્ડ-11ના કાઉન્સીલર રહેનારને પદ મળ્યું છે જેમાં વિજય શાહને પ્રમુખ પદ, સીમા મોહીલે ધારાસભ્ય તો ચૈતન્ય દેસાઇને ટીકીટ મળી છે. ત્યારે અકોટા બેઠક અને તેનું કાર્યાલય રસપ્રદ રહ્યાં છે. શહેરમાં 2012 પહેલા રાવપુરા, શહેર-વાડી અને સયાજીગંજ એમ 3 વિધાનસભા બેઠકો જ હતી. જોકે નવા સીમાંકન પછી 2021થી શહેરમાં વધુ 2 બેઠક અકોટા અને માંજલપુર અસ્તિત્વમાં આવી.

સીમા મોહીલેને ટીકીટ અપાઇ
2012માં સૌ-પ્રથમ અકોટા વિધાનસભા બેઠક પર મંત્રી સૌરભ પટેલ સ્કાયલેબ તરીકે ઉતર્યા હતા. 2012માં અકોટાથી જીતેલા સૌરભ પટેલનું કાર્યાલય ઓ.પી.રોડ પરનું સૂર્યકિરણ બિલ્ડિંગમાં હતું. 5 વર્ષમાં વિવાદોને પગલે 2017ની ચૂંટણીમાં તેમને રીપીટ કરાયા ના હતા. તેમની જગ્યાએ સીમા મોહીલેને ટીકીટ અપાઇ હતી.

અકોટા વિધાનસભામાં સતત ત્રીજી વખત ટીકીટ બદલાઇ
જેમનું કાર્યાલય સૂર્યકિરણ બિલ્ડિંગ હતું તેમને 2022ની ચૂંટણીમાં રીપીટ કરાયા નથી. જેનું કાર્યાલય સૂર્યકિરણ બિલ્ડિંગ હોય તેને રીપીટ કરાયા નથી. તે અપશુકનિયાળ છે તેવી ચર્ચા છે. આ વખતે અકોટા વિધાનસભામાં સતત ત્રીજી વખત ટીકીટ બદલાઇ છે.

જો કે, અકોટાના વોર્ડ-11ના કાઉન્સિલર બનનાર ઉપર આવ્યા

  • 2010 થી 2015 સુધી વોર્ડ નંબર 11માં કાઉન્સીલર રહેનાર ડો.વિજય શાહને 2015માં રીપીટ કરવામાં આવ્યા ના હતા. જોકે 2020માં તેમની નિમણૂંક શહેર ભાજપના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી.
  • 2010થી 2015 સુધી સીમાબેન મોહીલે પણ વોર્ડ નંબર-11માંથી કાઉન્સિલર હતા તેમને પણ 2015માં રીપીટ કરવામાં ના આવ્યા. જોકે 2017 માં તેમની અકોટા વિધાનસભાની ટીકીટ મળી અને તેઓ ધારાસભ્ય બન્યા.
  • 2010થી 2020 સુધી વોર્ડ નંબર 11માં ચૈતન્ય દેસાઇ કાઉન્સીલર તરીકે હતા. 2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં તેમને રીપીટ કરવામાં આવ્યા ના હતા. જોકે 2022ની વિધાનસભામાં તેમને અકોટાથી ટીકીટ આપવામાં આવી છે.

અકોટા વિધાનસભામાં ઉમેદવારો રીપીટ થતા નથી
અકોટા વિધાનસભા 2012માં અસ્તિત્વમાં આવી હતી. જેમાં એક પણ વાર ઉમેદવાર રીપીટ કરવામાં આવ્યા નથી. 2012માં મંત્રી સૈરભ પટેલ, 2017માં સીમાબેન મોહીલે તથા 2022માં ચૈતન્ય દેસાઇને ટીકીટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...