નિવેદન:વિદ્યાર્થીઓમાં વધતા કોરોના કેસોને લઈ સ્કૂલો બંધ કરાવવાનું હાલના તબક્કે કોઇ આયોજન નથીઃ રાજ્ય આરોગ્ય મંત્રી

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા ખાતે રાજ્ય આરોગ્યમંત્રી નિમીષાબેન સુથાર.
  • જી.એફ.એલ. કંપનીમાં થયેલા બ્લાસ્ટ-આગમાં ઇજા પામેલા કામદારો પૈકીના બે દર્દીઓની વડોદરા ખાતે રાજ્ય આરોગ્ય મંત્રીની મુલાકાત

ઓમિક્રોનના ખતરાં વચ્ચે સ્કૂલોમાં બાળકોમાં કોરોનાના આવી રહેલા પોઝિટિવ કેસોને લઈ સ્કૂલો બંધ કરાવવાનું હાલના તબક્કે કોઇ આયોજન નથી. એમ રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લાના રણજીત નગર પાસેની જી.એફ.એલ. કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ઇજા પામેલા કામદારો પૈકીના બે દર્દીઓની વડોદરા ખાતે મુલાકાત માટે આવ્યા ત્યારે પત્રકારો સાથેની વાતચિમા જણાવ્યું હતું.

જે સ્કૂલમાં કેસ આવે છે ત્યાં આરોગ્ય ટીમ દ્વારા તકેદારી તરીકે કામ કરી રહી છે
આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી ગયું છે તેવી બૂમ વાલીઓની હતી. આથી વાલીઓને સાથે રાખી સ્કૂલો ચાલુ કરવામાં આવી છે. કોરોનાના કેસોને લઈ સ્કૂલ બંધ કરવાની જ્યાં સુધી વાત છે. ત્યારે જે સ્કૂલોમાં બાળકોમાં કોરોનાના કેસો આવી રહ્યા છે તે સ્કૂલમાં જે તે શહેરની આરોગ્ય ટીમ દ્વારા તકેદારી તરીકે કામ કરી રહી છે. આથી હાલના તબક્કે સ્કૂલો બંધ કરવાની કોઇ વિચારણા નથી.

વડોદરામાં સારવાર લઈ રહેલા બે ગંભીર દર્દીઓની મુલાકાત કરી પરિવારજનોને સાંત્વન આપ્યું.
વડોદરામાં સારવાર લઈ રહેલા બે ગંભીર દર્દીઓની મુલાકાત કરી પરિવારજનોને સાંત્વન આપ્યું.

આરોગ્ય મંત્રીએ બે ગંભીરની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રીએ પંચમહાલના રણજીતનગર પાસે આવેલી કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યાં છે. ઇજાગ્રસ્તોને હાલોલની હોસ્પિટલમાં અને બે વધુ ગંભીર દર્દીઓ અશ્વિનભાઇ અને સુગ્રીવભાઇને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેઓની આજે મુલાકાત લીધી છે. હાલ તેઓની તબિયત સુધારા ઉપર છે.

ગંભીર દર્દીઓ અંગે તબીબો પાસેથી માહિતી મેળવી.
ગંભીર દર્દીઓ અંગે તબીબો પાસેથી માહિતી મેળવી.

મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવાર સહાય બેઠક બાદ નક્કી થશે
દર્દીઓની મુલાકાત સાથે તેઓના પરિવારને પણ સાંત્વન આપ્યું છે. સાથે તબીબી ટીમ સાથે પણ ચર્ચા કરી છે. હાલોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. આ બ્લાસ્ટમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોની સહાય માટે સરકારમાં બેઠક થયા બાદ નક્કી કરવામાં આવશે. હાલમાં ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે અને તેઓ જલદીથી સ્વસ્થ થઇ જાય તેના ઉપર અમારું ધ્યાન છે.