સમસ્યા:સુરસાગર તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ લેવા કોઈ તૈયાર નથી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડક નિયમોને કારણે ઇજારદાર રસ નથી બતાવતા
  • આજવા​​​​​​​ રોડ રાત્રી બજાર,છાણીની દુકાનોનો કોઈ લેવાલ નહીં

કોર્પોરેશનની નીતિના પગલે સુરસાગરમાં બોટિંગની સુવિધા, આજવા રોડ રાત્રી બજાર અને છાણી સ્થિત પાલિકાની દુકાનોની જાહેર હરાજીમાં કોઈ ભાગ લેવા આવતું નથી. જેના કારણે જગ્યાઓ તૈયાર થઇ ગયા પછી પણ દુકાનો વેચાતી ન હોવાથી પાલિકાને નુકસાન જઇ રહ્યું છે.શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવા ઉપાડે પાલિકાના હોદ્દેદારોએ જાહેરાત કરી હતી. એ જ પ્રમાણે 7-8 વર્ષ પૂર્વે આજવા રોડ ખાતે રાત્રી બજાર શરૂ કરાયું હતું, જે બની ગયા પછી આજ સુધી જાહેર હરાજીમાં કોઈએ ભાગ ન લેતાં હાલમાં ખંડેર થઈ ગયું છે.

એ જ રીતે છાણી ખાતે પણ દુકાનો બાંધી છે, તે પણ કોઈ લેવા આવતું નથી. પાલિકાએ સુરસાગરના બ્યૂટિફિકેશન બાદ બોટિંગ શરૂ કરવા નક્કી કર્યું છે. જે માટે કોર્પોરેશને અમદાવાદના કાંકરિયા તળાવમાં બોટિંગની જે સુવિધા છે તે માટે જે નીતિ નિયમ છે તે અંગે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં સંચાલકને વીમો, સીસીટીવી, પ્લેટફોર્મ, ટિકિટ કાઉન્ટર વગેરેની વ્યવસ્થા કરીને મેન્ટેનન્સનો ખર્ચ કરવાનો રહેશે.

વળી નક્કી કર્યા મુજબ લીઝનો પિરિયડ રહેશે. બોટિંગનું સોફ્ટવેર કોર્પોરેશનના આઇટી વિભાગ પાસે એપ્રુવ કરાવવાનું રહેશે. પેડલ બોટ કે મશીન બોટના ભાવ સમગ્ર સભા મંજૂર કરે તે રાખવાના રહેશે અને અકસ્માત થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે. કડક નિયમોના પગલે કોઇ ઇજારદાર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...