વડોદરાની મહિલાનો આક્રોશ:‘એકેય નેતાના મોં પર માસ્ક નથી તો દંડ કેમ નથી લેતાં? મારા દંડના ભરેલા નાણાં પરત આપો’

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિયમ બધા માટે તો કેમ અમલ નહીં ? મારા દંડના પૈસા પાછા આપો નહિ તો હું સરકાર સુધી જઈશ... - Divya Bhaskar
નિયમ બધા માટે તો કેમ અમલ નહીં ? મારા દંડના પૈસા પાછા આપો નહિ તો હું સરકાર સુધી જઈશ...
  • કારેલીબાગમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ બહાર હોબાળો
  • કહ્યુ - DJના અવાજથી બાળકો ડરી ગયાં, બંધ કરો

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને જન આશીર્વાદ યાત્રા કારેલીબાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી જતી રહી હતી, ત્યારે જ એક મહિલાએ ધસી આવી નેતાઓના ચહેરા પર માસ્ક નથી તો દંડ કેમ નથી લેતા સવાલ કરી પોતે ભરેલા દંડ નાણાં પરત અપાવો તેવી માંગ કરી હતી.

માસ્ક વગરના નેતાઓ પર મહિલા ભડકી હતી
માસ્ક વગરના નેતાઓ પર મહિલા ભડકી હતી

વીઆઇપી રોડ જીતેન્દ્ર પાર્કમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે રિક્ષામાં બેસીને પસાર થતા હતા ત્યારે તેમનું માસ્ક સહેજ નીચુ હતું છતાં પોલીસે 1 હજાર દંડ કર્યો હતો.આ યાત્રામાં બધા જ લોકોએ માસ્ક પહેર્યો નથી. હોસ્પિટલમાં દાખલ 50 બાળકો ડીજેના ઘોઘાટથી ગભરાઇ રહ્યા છે પરંતુ ડીજે બંધ કરાયું નથી.

મંત્રીના વાહનની ફેન ક્લબે વ્યવસ્થા કરી
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની 20 કિમીની અને મનીષા વકીલના 14 કિમીની યાત્રા માટે વાહનની વ્યવસ્થા ભાજપ સંગઠને કરી હતી.પરંતુ મહેસૂલ મંત્રી માટે ખુલ્લી જીપની વ્યવસ્થા રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ દ્વારા અલગથી કરવામાં આવી હતી. મંત્રી મનીષા વકીલ હનુમાનજી મંદિરમાં પૂજા કરતી વખતે ભાવુક થઈ ગયા હતા.

રાજુ ત્રિવેદીને વરસાદ નડ્યો, અડધો રૂટ કાપ્યો
મંત્રી રાજુ ત્રિવેદી નો કાફલો વરસાદની વચ્ચે સોમા તળાવ તરફ આગળ ધપ્યો હતો. જો કે વરસાદનું જોર વધતા આખરે મંત્રીએ વાહન બદલી હતું અને તેમની સત્તાવાર ગાડીમાં બેસી ગયા હતા. યાત્રા આગળ લઈ જવી કે કેમ તેની અસમંજસ વચ્ચે વૉર્ડ 16માં અડધો ભાગ ટૂંકાવી દેવો પડ્યો હતો.આ વૉર્ડના કોર્પોરેટર સ્નેહલ પટેલ ચાર કલાકથી કાર્યકરો રાહ જોઈને બેઠા છે તેવી રજૂઆત કરતા ત્યાં બીજા દિવસે આવશે તેવી બાંહેધરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...