ક્રાઇમ:માસ્કની જરૂર નથી કહી પોલીસ સાથે ઝઘડો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે લોકો માટે માસ્ક પહેરવાનું અનિવાર્ય બનાવ્યું છે છતાં કેટલાક લોકો માસ્ક ન પહેરતાં હોવાથી પોલીસે લાલ આંખ કરી છે. શુક્રવારે લક્ષ્મીપુરા પોલીસ ગાયત્રી પાર્ટી પ્લોટ નજીક કાર્યવાહી કરી રહી હતી ત્યારે ગોત્રી રોડ તરફથી મોપેડ ચાલક માસ્ક વિના નજરે પડતાં દંડ ભરવા જણાવ્યું હતું.

તેણે માસ્ક ઉતારી નાખી અમે ઘરે માસ્ક નથી પહેરતાં, અમારે માસ્ક પહેરવાની જરૂરિયાત નથી, કહીને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જેને પગલે લક્ષ્મીપુરા પોલીસ દ્વારા ગોત્રી લક્ષ્મીનગર 2માં રહેતા દિપક શર્મા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...