ભાસ્કર એક્સક્લૂસિવઆપઘાતના વિચાર આવે છે તો આ વાંચી લો:3600ની ઉધારી ચૂકવવા પૈસા નહોતા, આપઘાત કરવા નીકળ્યા! જુઓ, આવું નસીબ પલટાયું ને બની ગયા માલેતુજાર

વડોદરા19 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ

વિશ્વભરમાં આજે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે મનાવાઈ રહ્યો છે ત્યારે પ્રસ્તુત છે વડોદરાના એક ઉદ્યોગપતિની જીવન સંઘર્ષ ગાથા. એક સમયે આ બિઝનેસમેન પાસે ગાડી, બંગલો બધું જ હતું, પરંતુ સ્થિતિ એવી આવી ગઇ હતી કે ઉધાર ચૂકવવા સાડાત્રણ હજાર રૂપિયા પણ નહોતા રહ્યા. જીવનનો અંત લાવવા ફાટકે ગયા ને બધું નક્કી કરી જ લીધું, પરંતુ એ સમયે એવું કંઈક બન્યું કે તેઓ ફરી એક કંપનીના માલિક બન્યા, સફળ થયા, કરોડો રૂપિયા કમાયા. અંતે, આ બિઝનેસમેને જીવનમાં બીજાને ઉપયોગી થવા કંપની વેચી દીધી અને આનંદ આશ્રમ સ્થાપ્યો. આજે તેમનું ટ્રસ્ટ આત્મહત્યા કરવા જતા લોકોને બચાવે છે. તેઓ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી ભરવા સહિતનાં અનેક સેવાકાર્યો કરે છે.

આત્મહત્યા નિવારણ સહાયતા નંબર
જો કોઈ વ્યક્તિ કોઈપણ કારણસર આત્મહત્યા કરવાનું વિચારતી હોય તો તે આનંદ આશ્રમના કાઉન્સેલિંગ સેન્ટરનો આ 9712515151 નંબર પર સંપર્ક કરી શકે છે, સાથે જ આશ્રમ સાથે જોડાયેલી સેવાઓનો લાભ લઈ શકે છે. આ આશ્રમનો એક જ ઉદ્દેશ છે કે કોઈને પણ પોતાના જીવનનો અકાળે અંત લાવતા અટકાવવા.