તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાસ્ટેગ ફરજિયાત:ત્રણ ટોલ નાકા પર આજે મધરાતથી ફાસ્ટેગ વગર નો-એન્ટ્રી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ટોલનાકા - Divya Bhaskar
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ટોલનાકા
 • એકસપ્રેસવે, કરજણ અને વાસદ ટોલનાકા સજ્જ કરાયા

વન નેશન વન ફાસ્ટેગ હેઠળ તમામ ટોલ નાકા પર હવે તા.31 ડિસેમ્બરની મધરાતથી કેશ લાઇન બંધ કરવામાં આવનાર હોવાના કારણે આજે રાતના 12 વાગ્યાથી તમામ ટોલનાકા પર કેશ લાઇન બંધ કરી દેવાશે. કેશ લાઇન બંધ કરવાના કારણે ટોલનાકા પર ઘર્ષણ ન થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્તગોઠવાશે. અંદાજે પાંચ ટકા લોકોએ તેમના વ્હીકલમાં ફાસ્ટેગ હજી લગાવ્યા નથી. આજે રાતે 12 વાગ્યાથી ટોલનાકે ફાસ્ટેગ વિના એન્ટ્રી નહીં અપાય.

કેશ લાઇન બંધ કરાશે, હવે માત્ર 5 ટકા વાહનો જ ફાસ્ટેગ લગાવ્યા વિનાના રહ્યાં
વડોદરા આસપાસ કરજણ ટોલનાકુ, વાસદ ટોલનાકુ અને એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા આવેલા છે. રોજ હજારોની સંખ્યામાં આ ટોલનાકા પરથી પાહનો પસાર થઇ રહ્યાં છે. તા.28મી ડિસેમ્બર સુધી આ ટોલનાકાઓ પરથી અંદાજે 10 ટકા વાહનો કેશ લાઇનમાં ટોલ ભરીને પસાર થતા હતા જે આજે ઘટીને પાંચ ટકા વાહન ચાલકો હાલ કેશમાં ટોલ ભરી રહ્યાં છે. બીજી તરફ આજે રાત્રે 12 વાગ્યાથી ત્રણે ટોલનાકા પર કેશ લાઇન બંધ કરી દેવામાં આવનાર હોવાના કારણે જે 5 ટકા વાહન ચાલકોએ ફાસ્ટેગ લીધા નથી તેઓ વાહન સાથે પસાર થઇ શકશે નહી. ટોલનાકાના અધિકારીએ જણાવ્યું હતું કે, કેશ લાઇન બંધ કરવાના કારણે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત આજે મધરાતથી તમામ ટોલ પર ગોઠવવામાં આવશે.

ટોલ બુથ પહેલાં જ ફાસ્ટ ટેગનું ચેકિંગ થશે, નહીં હોય તો વાહનોને પરત મોકલી દેવાશે
આજે રાતના બાર વાગ્યાથી જે વાહનોમાં ફાસ્ટેગ નહી હોય તે વાહનોને ટોલનાકા પહેલા જ રોકવામાં આવશે અને તેમને પરત મોકલવામાં આવશે. આમ છતાં પણ જો વાહન ચાલક ફાસ્ટેગ વગર લાઇનમાં ઘુસી જશે તો તેમની પાસેથી દંડ પેટે ડબલ રકમ વસુલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, જે વાહન ચાલકો પાસે ફાસ્ટેગ ન હોય તેઓ ભુલથી પણ ટોલ પરની ફાસ્ટેગની લાઇનમાં ન જાય અને જો જશે તો દંડ વસુલ કરવામાં આવશે. ટોલનાકા પર વાહન આવ્યા બાદ ફાસ્ટેગની ચકાસણી કરાય તો લાંબી લાઇન લાગવાની શકયતા છે. જેથી ટોલ પ્લાઝા અગાઉ જ ચેક કરી વાહનો આગળ જવા દેવાશે.

ટોલ મુક્તિનો પરિપત્ર ન કર્યો
વાસદ આસપાસના અને કરજણ આસપાસના ગામને ટોલમાંથી મુક્તિ આપવા રજૂઆતો થઇ હતી. જો કે, આજ સુધી તેમને ટોલ ભરવામાંથી મુક્તિ આપવા અંગેનો કોઇ પરિપત્ર સરકાર દ્રારા થયો ન હોવાથી પાસ જ લેવા પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો