તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • No Cheer On Valentine's Day Amid Corona Fright At MSU In Vadodara, Not A Single Student Out Of 17,000 First Year Students Came To College Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરાની MSUમાં પરીક્ષા અને કોરોનાના ફિયર વચ્ચે વેલેન્ટાઈન ડેમાં ચિયર નહીં થાય, આજે પહેલા વર્ષના 17 હજાર વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી કોલજમાં ન આવ્યો

વડોદરા20 દિવસ પહેલા
એમ.એસ.યુનિવર્સિટીમાં આજે પહેલા વર્ષના વિદ્યાર્થીઓના ક્લાસના પહેલા દિવસે કાગડા ઉડતા જોવા મળ્યા હતા
 • ત્રીજા વર્ષની પરીક્ષાઓ ચાલતી હોવાથી કોલેજ કેમ્પસમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ન આવ્યા
 • એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ વખતે વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં ચિયર નહીં કરે

રાજ્યના શિક્ષણ વિભાગે આજથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જોકે, વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં આજે પહેલા વર્ષમાં એક પણ વિદ્યાર્થી આવ્યો નહોતો. કોલેજ કેમ્પસોમાં કાગડા ઉડતા જોવા મળ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીની 14 ફેકલ્ટીના પ્રથમ વર્ષના 17 હજાર વિદ્યાર્થીમાંથી એક પણ વિદ્યાર્થી જોવા મળ્યો નહોતો.

પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ કોલેજમાં ન આવ્યા
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટી, ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી અને લો ફેકલ્ટી સહિતની તમામ ફેકલ્ટીઓમાં દિવ્યભાસ્કરે તપાસ કરતા પહેલા વર્ષનો એક પણ વિદ્યાર્થી જોવા મળ્યો નહોતો. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષની પરીક્ષા ચાલી રહી છે, તો ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાઓ ચાલતી હોવાથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પહેલા દિવસે કોલેજ કેમ્પસમાં આવ્યા નહોતા અને કેમ્પલ ખાલીખમ જોવા મળ્યું હતું.

સાયન્સ ફેકલ્ટીમાં પહેલા વર્ષનો એક પણ વિદ્યાર્થી આવ્યો નહોતો
સાયન્સ ફેકલ્ટીમાં પહેલા વર્ષનો એક પણ વિદ્યાર્થી આવ્યો નહોતો

કોરોના કાળમાં વિદ્યાર્થીઓમાં ફિયર જોવા મળ્યો
કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેને કારણે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં આવવાનું ટાળી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસથી જ અભ્યાસ ચાલુ રાખવાનું પસંદ કર્યું છે.

યનિવર્સિટીના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા
યનિવર્સિટીના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા

આ વખતે વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ચિયર નહીં કરે
6 ફેબ્રુઆરીથી લઇને 14 ફેબ્રુઆરી સુધી ત્રીજા વર્ષની પરીક્ષાઓ ચાલનાર છે. જેના કારણે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત છે અને આ પરીક્ષાઓને કારણે પહેલા વર્ષના નવા વિદ્યાર્થીઓ પણ કોલેજ કેમ્પસમાં આવ્યા નથી. જેથી આ વખતે એમ.એસ. યુનિવર્સટીમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી ફિક્કી રહેશે અને વિદ્યાર્થીઓ ચિયર કરતા જોવા નહીં મળે.

કોમર્સ ફેકલ્ટી બીબીએમાં પણ વિદ્યાર્થીઓ આવ્યા નહોતા
કોમર્સ ફેકલ્ટી બીબીએમાં પણ વિદ્યાર્થીઓ આવ્યા નહોતા

સંમતિ પત્ર મંગાવી, વિદ્યાર્થીઓની ગણતરી કરીને બેચમાં બોલાવીશું
MSUના રજિસ્ટ્રાર ડો. કે.એમ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ ફાઇનલ યર અને પીજીના વિદ્યાર્થીઓ જેવી જ પ્રક્રિયા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કોલેજ આવવા ઇચ્છે છે તેમની પાસેથી વાલીની સહી સાથે સંમતિ પત્ર મંગાવવામાં આવશે. સંમતિ પત્ર આવ્યા બાદ કોલેજ આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ગણતરી કરીને બેચ પ્રમાણે બોલાવવામાં આવશે.

ત્રીજા વર્ષની પરીક્ષાઓ ચાલતી હોવાથી કોલેજ કેમ્પસમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ન આવ્યા
ત્રીજા વર્ષની પરીક્ષાઓ ચાલતી હોવાથી કોલેજ કેમ્પસમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ન આવ્યા

પ્રેક્ટિકલની જરૂર હશે તે વિભાગના વિદ્યાર્થીઓને બેચમાં બોલાવીશું
ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન પ્રો. અરુણ પ્રતાપે જણાવ્યું કે, ફર્સ્ટ યરના ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપી છે, પરંતુ, કોરોના ગયો નથી. ફર્સ્ટ યરના 700થી વધુ વિદ્યાર્થીઓ આવવા ઉત્સુક છે, પરંતુ, બને તેટલું ઓનલાઇન ભણાવાશે. પ્રેક્ટિકલના ડેમો રેકોર્ડ કરીને શીખવાડીએ છે. જે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની જરૂર હશે, તેને કોલેજ બોલાવીશું.

ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે
ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો