દીપક નાઇટ્રેટમાં આગ બાદ ધુમાડાના ગોટા કલાકો સુધી હવામાં ઊડ્યા હતા, પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપનમાં આસપાસની હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર કે ચિંતાજનક ફેરફાર નથી. ઉપરાંત નજીકથી પસાર થતી મિની નદીના પણ નમૂના લેવામાં આવ્યા છે. પ્રદૂષણમાં ફેરફાર નહીં નોંધાવાનું કારણ જ્યારે વિસ્ફોટક આગ ભભૂકી ત્યારે પવનની દિશા નંદેસરીમાં જે કન્ટિન્યૂઅસ એર મોનિટરિંગ સ્ટેશન છે તેની વિરુદ્ધ દિશામાં છે, જેના પરિણામે એ ડેટામાં કોઇ ફેરફાર નથી. ઉપરાંત જીપીસીબીએ ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેટરથી હવાની ગુણવત્તા માપી હતી.
તેમાં કોઇ ચિંતાજનક ફેરફાર ન હતો. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે, આગ લાગી તેની નજીકના વિસ્તારોમાં આ રિડિંગ માનવીના નાકના લેવલથી કેટલાક સ્થળોએ કર્યું હતું. તત્કાળ પગલાં ભરવાં પડે તેવી સ્થિતિ ન હતી. સાવચેતીના પગલા રૂપે 700 લોકોનું સ્થળાંતર કર્યું હતું.’ રિલાયન્સ નજીક એક હવાની ગુણવત્તાનું માપન કરતું મોનિટરિંગ મીટર છે, જેનો રિપોર્ટ આવવાની જીપીસીબી વાટ જુએ છે. જોકે હવાના નમૂનાનો રિપોર્ટ લેબમાં ચકાસણી બાદ આવશે. મિની નદીના નમૂનાઓનો રિપોર્ટ પણ આવશે.
NDRFનું રાત્રે ત્રણ કલાક સર્ચ ઓપરેશન
દીપક નાઇટ્રેટ કંપનીમાં બનેલી આગની દુર્ઘટનામાં કેમિકલને પગલે કોઇ જાનહાની થઇ નથી. તેની ચકાસણી કરવા માટે ગુરુવારે રાત્રે 45 જેટલા જવાનો સ્પેશિયલ સૂટ પહેરીને કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જોકે કંપનીમાંથી કોઈપણ મૃતદેહ મળ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.