ખેલૈયાઓ માટે સારા સમાચાર:વડોદરામાં છઠ્ઠા નોરતે વરસાદની શક્યતા નહીંવત, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરમાં પહેલા 3 નોરતા દરમિયાન વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. ત્યારબાદ વડોદરા શહેરમાં વાતાવરણ ખુલ્લુ જોવા મળ્યું છે. આજે છઠ્ઠા નોરતે વડોદરામાં વરસાદની શક્યતા નહીંવત છે.

સવારથી વાતાવરણ ખુલ્લુ
વડોદરા શહેરમાં પહેલા 3 નોરતા દરમિયાન છૂટોછવાયો વરસાદ પડ્યો, પરંતુ, ત્યારબાદ વડોદરામાં વરસાદ રોકાઈ ગયો છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આજે પણ વડોદરા શહેરમાં વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે, જેને પગલે ખેલૈયાઓમાં ખુશી જોવા મળી રહી છે. આજે સવારથી જ વાતાવરણ ખુલ્લુ છે અને રાત્રિ દરમિયાન પણ વાતાવરણ ખુલ્લુ જ રહેશે.

છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમશે
જેમ જેમ નવરાત્રિ આગળ વધી રહી છે, તેમ તેમ ખેલૈયાઓનો જુસ્સો પણ વધી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી વરસાદ ન પડતા ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આજે પણ વરસાદની શક્યતા ન હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકશે.

અન્ય સમાચારો પણ છે...