સહાય:નિશિતાએ 51 વિદ્યાર્થિનીઓની રૂ 1 લાખ ફી ભરી સ્કૂલ બેગ આપી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 37,500 દીકરીઓની સ્કૂલ ફી ભરી ચૂકી છે
  • 12 વર્ષોથી નિશિતા રાજપૂત દીકરીઓની ફી ભરી રહી છે

જરૂરીયાતમંદ બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે માટે સામાજીક કાર્યકર્તા નિશિતા રાજપૂત 12 વર્ષથી કાર્યરત છે. તેમણે બુધવારે 51 ગરીબ દિકરીઓને કમાટી બાગ ખાતે સ્કુલ બેગ આપીને તેમની ફી ભરી છે. દિકરીઓનું વચ્ચેથી ભણતર છૂટી ન જાય તે માટે શહેરની સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દર વર્ષે ગરીબ દિકરીઓની સ્કૂલની ફી ભરે છે.

મંગળવારે નિશિતાએ કમાટીબાગમાં 51 ગરીબ વર્ગમાંથી આવતી દિકરીઓને સ્કુલ બેગ આપી હતી અને 1 લાખ રૂપિયાની સ્કૂલની ફી પણ આપી હતી. નિશિતાએ અત્યાર સુધી 37,500 દિકરીઓને સ્કૂલ ફી પેટે 4.26 કરોડ રુપિયાની સહાય કરી છે અને આ વર્ષે પણ 1 કરોડ રુપિયાની ફી ભરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે, જ્યારે ફી માટે દાતા પાસેથી જે ચેક મળે છે તે સીધા દિકરીઓના બેન્ક અકાઉન્ટમાં જમા કરાવાય છે.

અન્ય સમાચારો પણ છે...