બૌધ્ધ ધર્મની દીક્ષા લઈ ધર્મ અંગીકાર:શહેરમાં ચાર પરિવારના નવ જણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરણી રોડ લુમ્બિની બૌદ્ધ વિહારમાં દશેરાએ વિધિ પૂર્ણ
  • ધર્મ અંગીકાર માટે કુલ 22 પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કરાયું

હરણી રોડ પર આવેલા લુમ્બિની બૌધ્ધ વિહાર ખાતે વિજયા દશમીના દિવસે વડોદરાના ચાર પરિવારોના 9 સભ્યોએ બૌધ્ધ ધર્મની દીક્ષા લઈ ધર્મ અંગીકાર કર્યો હતો.બૌધ્ધાચાર્ય રવિન્દ્ર ગાઢે એ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે કુલ 55 લોકો દિક્ષા લેવા પહોચ્યાં હતાં. પરંતું 9 લોકોએ જ લીગલ પ્રોસેસ પુર્ણ કરી હોવાથી તેમને બુધ્ધ ધર્મની દીક્ષાનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું. અશોક વિજય દશમીના દિવસે બુધ્ધ ધર્મ અંગીકાર માટે કુલ 22 પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. પ્રતિજ્ઞા બાદ 9 દીક્ષીતનો ભગવાન બુધ્ધ અને ધમ્મ ‘ધમ્મપદ’ તેમજ ભારતમાં જાતી નિર્મુલન નામની ચોપડીઓ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, 2600 વર્ષ પહેલા બુધ્ધ ભગવાને અષાઢી પુર્ણિમાના રોજ 5 વ્યક્તિઓને બૌધ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.

સમ્રાટ અશોકે પણ 2200 વર્ષ પહેલા બૌધ્ધ ધર્મ સ્વિકાર કર્યો હતો. આ ઉપરાંત પોતાની પ્રજાને પણ બૌધ્ધ ધર્મ અંગિકાર કરાવ્યો હતો.જેથી વિજયા દશમીને અશોક વિજયા દશમી પણ કહેવાય છે.ઉલ્લેખનિય છે કે, અશોક વિજય દશમીના દિવસે વડોદરા ઉપરાંત અલગ અલગ શહેરો અને રાજ્યોમાં કેટલાક લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.ધર્મ અંગીકાર કરતા પહેલા લીગલ પ્રોસેસ પુર્ણ જરૂરી હોય છે.

અન્ય સમાચારો પણ છે...