હત્યાનો ગુનો નોંધાયો:નવ મહિના બાદ આરોપી SRP સામે મનુષ્યવધનો ગુનો દાખલ, ગણેશ વિસર્જન વેળા 2 SRP જવાનો લડતાં 1નું મોત થયું હતું

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોરેન્સિક રિપોર્ટ આવતાં અકસ્માતની જગ્યાએ હત્યાનો ગુનો નોંધ્યો

9 મહિના પહેલાં ગણેશ વિસર્જનમાં 2 એસઆરપી જવાનો વચ્ચે સયાજી હોસ્પિટલમાં એસ.આર.પી.પોઈન્ટ ખાતે પલંગ સાથે રાખવા બાબતે તકરારમાં મારામારી થતાં ઘાયલ એસઆરપી જવાનનું મોત નિપજયું હતું. મૃતકની પત્નીએ આરોપી લગાવ્યો છે કે ઘાયલ પતિને સારવાર માટે ના લઇ જવાતાં મોત થયું હતું.સયાજીગંજ પોલીસે ઇપીકો 304 મુજબ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસ મુજબ ગણેશ વિસર્જનમાં ગયા વરસે 20 સપ્ટેમ્બરે બંદોબસ્ત વેળા એસ.આર.પી જવાનો દિપક કચરાભાઈ ચુનારા (રે,નારોલ, અમદાવાદ) અને હિતેશ કુમાર શીવરામભાઈ શીલું (ઉ.વ.42,રે.ધ્રાફા, જિ. જામનગર)ની સયાજી જનરલ હોસ્પિટલમાં એસઆરપી પોઈન્ટ પર ડયુટી હતી.

ઘટનાની રાત્રે બંને વચ્ચે પલંગ સાથે રાખવા બાબતે બોલાચાલી ઝપાઝપી થઇ હતી જેમાં ધક્કો વાગતાં હિતેશ શીલુને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી પણ તેમને સારવાર માટે આરોપી લઇ ગયો ન હતો.જેથી બીજા દિવસે હિતેશ શીલુંનું મોત નિપજયું હતું. હિતેશ શીલુની પત્ની પ્રિયંકાબેન શીલુની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સયાજીગંજ પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે ‘અગાઉ અકસ્માતે મોત નોંધવામાં આવ્યું હતું પણ ફોરેન્સીક રીપોર્ટ આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...