વડોદરાની નવરાત્રિ LIVE:નહીં મેલું રે...તારા ફળિયામાં પગ નહીં મેલું...! શહેરના શેરી ગરબાઓમાં નવમા નોરતે ખૈલેયાઓએ ગરબે ઘૂમીને રમઝટ બોલાવી

એક દિવસ પહેલા
છેલ્લા નોરતે શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા
  • વડોદરાના મામાની પોળમાં શેરી ગરબામાં છેલ્લા દિવસે રમઝટ જામી

વડોદરા શહેરના આજે છેલ્લા નોરતે શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આજે નવમુ નોરતુ હોવાથી છેલ્લા દિવસે યુવાઓ શેરી અને પોળોના ગરબાઓમાં પહોંચી ગયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

શેરી ગરબામાં છેલ્લા દિવસે રમઝટ જામી
વડોદરા શહેરમાં નવરાત્રિ ઉત્સવની ઉજવણી ભક્તિ ભાવપૂર્વક કરવામા આવી હતી. વડોદરા શહેરમાં કોરોનાની ગાઇ લાઇન મુજબ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ગરબાની રમઝટ જામી હતી. યુવાનો અને યુવતીઓ સહિત નાનાથી મોટા સૌ-કોઇ ગરબા રમ્યા હતા. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મામાની પોળમાં શેરી ગરબામાં છેલ્લા દિવસે રમઝટ જામી હતી.

વૃંદાવન હાઉસિંગ સોસાયટી આયુર્વેદિક કોલેજ પાસે
વૃંદાવન હાઉસિંગ સોસાયટી આયુર્વેદિક કોલેજ પાસે

નવમાં નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
આ ઉપરાંત વડોગરા શહેરની આયુર્વેદિક કોલેજ પાસે વૃંદાવન હાઉસિંગ સોસાયટી, હરણી રોડ પર વિજયનગર, તરસાલી-દંતેશ્વર રિંગ રોડ પર નિલકંઠેશ્વર મહાદેવ મંદિરની સામે, છાણી કેનાલ રોડ પર સત્વ પ્રાઈમ સહિત વિવિધ સ્થળોએ નવમાં નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. કોરોનાને પગલે ગત વર્ષે ગરબા બંધ રહ્યા હતાં. આ વર્ષે મોટા ગરબાની પરવાનગી ન મળતા માત્ર શેરી ગરબાને પરવાનગી આપતા પુનઃ શેરી ગરબાનું ચલણ શરૂ થયું છે.

મામાની પોળ, રાવપુરા
મામાની પોળ, રાવપુરા

મામાની પોળમાં છેલ્લા 25 વર્ષ બાદ ગરબા યોજાયા
કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજ્ય સરકારે શેરી ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપી હતી. બે વર્ષ બાદ શહેરીજનોને ગરબા રમવાનું મળ્યું હતું. વડોદરા શહેરમાં પોળોમાં તેમજ સોસાયટીઓમાં ગરબા યોજવામાં આવ્યા હતા. રાવપુરા સ્થિત મામાની પોળમાં છેલ્લા 25 વર્ષથી ગરબા યોજવામાં આવતા ન હતા. મોટા ગરબામાં રમવા માટે જતાં હોવાથી શેરી ગરબા બંધ થયા હતા. જેથી મામાની પોળમાં ગરબા યોજાયા હતા. મામાની પોળમાં 1008 દિવડાની મહાઆરતી યોજવામાં આવી હતી.

વિજયનગર, હરણી રોડ
વિજયનગર, હરણી રોડ
સત્વ પ્રાઈમ, છાણી કેનાલ રોડ
સત્વ પ્રાઈમ, છાણી કેનાલ રોડ
શિવમ ડુપ્લેક્ષ, વાઘોડિયા રોડ
શિવમ ડુપ્લેક્ષ, વાઘોડિયા રોડ
1008 દિવડાની આરતી, મામાની પોળ, રાવપુરા
1008 દિવડાની આરતી, મામાની પોળ, રાવપુરા
નિલકંઠેશ્વર મહાદેવ મંદિરની સામે, તરસાલી-દંતેશ્વર રિંગ રોડ, તરસાલી
નિલકંઠેશ્વર મહાદેવ મંદિરની સામે, તરસાલી-દંતેશ્વર રિંગ રોડ, તરસાલી
અન્ય સમાચારો પણ છે...