ભક્તો માટે ભગવાનના દ્વાર ખુલશે:નીલકંઠધામ પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે 12મી જૂને ખુલશે, ભોજન અને રાત્રિ પ્રસાદનો લાભ લઈ શકાશે

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નર્મદા કિનારે આવેલા નીલકંઠધામ પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન ભાવિકો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું વગેરે નિયમોના પાલન સાથે 12 તારીખને શનિવારના રોજથી ભાવિકો દર્શનનો તેમજ ભોજન પ્રસાદ અને રાત્રિ નિવાસનો લાભ લઇ શકે છે.

શનિવારથી નિત્ય સવારે 5-25 કલાકે મંગળા આરતી
ઉનાળાની ગરમી અને વૈશાખ માસના અંતિમ દિવસ અમાસને દિવસે શ્રી નીલકંઠ ભગવાનને સંતોએ ચંદન ઘસીને ચંદનનાં વસ્ત્રો ધારણ કરાવી વિશેષ પૂજા કરી હતી. સંતો દ્વારા તારીખ 12ને શનિવારના રોજથી નિત્ય સવારે 5-25 કલાકે મંગળા આરતી, 108 નર્મદા જળના ઔષધિઓ યુક્ત કળશનું પૂજન, બાદ પંચામૃતથી ભગવાનને અભિષેક કરવામાં આવશે.

શણગાર આરતીથી લઈ ભગવાનના શયન સુધીનું ટાઈમ ટેબલ
જ્યારે 7-45 કલાકે શણગાર આરતી, 10-30 રાજભોગ થાળ, 11-10 કલાકે રાજભોગ આરતી 12-15 કલાકે ઠાકોરજી વિશ્રામ કરશે. 3:30 વાગે ઠાકોરજી જાગશે, 06:15 મિનિટે હાથી સાથે રથયાત્રા નીકળશે. 7-00 વાગે અતિ રમણીય દર્શનીય સંધ્યા આરતીનો લાભ મળશે. 8-30 કલાકે ભગવાન શયન કરશે.

સહજાનંદ યુનિવર્સલ સાંસ્કૃતિક પ્રદર્શન પણ ખુલશે
જોવા, જાણવા અને માણવા જેવું સહજાનંદ યુનિવર્સલ સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ 12થી ખુલ્લું થશે. જેમાં બપોરના 1-00 વાગ્યાથી સાંજના 7-00 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે. ગંગા દશહરાના પવિત્ર દિવસોમાં નર્મદા સ્નાનનો લાભ તેમજ કુબેર ભંડારી ભગવાનના દર્શન પણ સવારના 7-00થી સાંજના 7-00 વાગ્યા સુધી થશે.

અન્ય સમાચારો પણ છે...