તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:નિલેશ રાઠોડ માત્ર 3 મિનિટ મોડા આવતાં પરત જવું પડ્યું, વોર્ડ 17,18,19 માંથી એક પણ ફોર્મ ન ભરાયું

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઠી કચેરી પર કાર્યકરો આવ્યા, ઉમેદવારો ન દેખાયા

વોર્ડ 17,18,19 માંથી કાર્યકરો કોઠી કચેરી ઉમટી પડયા હતા. જો કે આ 3 વોર્ડમાંથી એકપણ ફોર્મ શુક્રવારે ભરાયું ન હતું.વોર્ડ 17માંથી ભાજપના ઉમેદવાર નીલેશ રાઠોડ અાજે બપોરે કોઠી કચેરી ખાતે ફોમર્મ ભરવા માટે આવ્યાં હતા અને જે સમયે તેઓ અધિકારીની કચેરીમાં ફોર્મ અાપવા માટે ગયા તે સમયે ઘડીયાળમાં 3 અને 3 મિનિટ થઇ હોવાના કારણે અધિકારીએ ફોર્મ લેવાની ના કહેતાં આ ઉમેદવારને પરત જવું પડ્યું હતું.

હવે આવતી કાલે તેઓ ફોર્મ ભરશે તેમ તેમણે જણાવ્યું હતું. ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આજે તમામ ઉમેદવારોને ફોર્મ ભરી દેવાની સૂચના આપવામાં આવી હતી. જેથી વોર્ડ નંબર 17,18 અને 19માંથી મોટી સંખ્યામાં કાર્યકરો કોઠી કચેરી ખાતે સમર્થનમાં આવ્યાં હતા. અા 3 વોર્ડમાંથી એક પણ ઉમેદવાર ફોર્મ ભરવા માટે ન આવતાં કાર્યકરોને પરત જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો