કોંગ્રેસમાં સાત વર્ષ અગાઉ પ્રવેશ મેળવનાર નિલેશ બ્રહ્મભટ્ટે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ફરી એક વખત કોંગ્રેસને જૂથ બંધીમાં ભોગ લેવાયો છે. કેન્દ્રના પૂર્વ મંત્રી શરદ યાદવને રાજકીય ગુરુ માની નિલેશ બ્રહ્મભટ્ટે રાજકીય કારકિર્દી વર્ષ 1987માં શરૂ કરી હતી. ટેલીફોન એડવાઇઝરી કમિટિ, ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશન ના ડાયરેક્ટર અને સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન માં ગુજરાત રિજીયન ના ચેરમેન રહી ચૂકેલા નિલેશ બ્રહ્મભટ્ટને 2014માં કોંગ્રેસમાં પ્રવેશ લીધો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ પક્ષના હોદ્દા અને સભ્ય પદેથી રાજીનામું મોકલનાર નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે શહેરમાં ક્યાંકને ક્યાંક કોંગ્રેસના કાર્યકરોની કોંગ્રેસી વિચારસરણી તેમ જ ભાજપની પ્રજા વિરોધી નીતિઓ સામે લડવાની લાગણીઓ જોડે રમત રમી પ્રજાકીય આંદોલન માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોવાની છાપ શહેર કોંગ્રેસ સમિતિ પર વર્ચસ્વ ધરાવતા આગેવાનો ભૂંસી શક્યા નથી.તેમણે શહેર કોંગ્રેસના કર્તાહર્તા હોદ્દેદારો અને નિષ્ઠાવાન કાર્યકરો વચ્ચે ફાટફૂટ પડી કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.