કાર્યવાહી:નિધિ અને રોયલ એન્ટરપ્રાઈઝને નામે રૂા.21.85 લાખની ઉચાપત મામલે એક તલાટીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિધિ અને રોયલ એન્ટરપ્રાઈઝના નામે રૂા.21.85 લાખની ઉચાપત મામલે વાઘોડિયા પોલીસે કૌભાંડી તલાટી કમ મંત્રી અભિષેક મહેતાના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે તલાટીની જરોદ નજીકની જોર્ડન કંપની પાસેથી ધરપકડ કરી હતી. તલાટી અભિષેક મહેતાએ જાંબુવાડા, અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીની ફરજ દરમિયાન સરપંચો પાસેથી બ્લેન્ક ચેકોમાં રકમ ભરી જાતે રૂા.21.85 લાખની ઉચાપત કરી હતી.

આરોપીએ પત્નીના નામની નિધિ એન્ટરપ્રાઈઝ અને સગાના નામની રોયલ એન્ટર પ્રાઈઝ એજન્સી દર્શાવી માતબર રકમ ઉઠાવી હતી. જોકે આવી કોઈ એજન્સી ભૂતકાળ અને વર્તમાનમાં ન હોઇ અને ખોટું સરનામું અને GST વગરના કમ્પ્યૂટર પ્રિન્ટરનાં બિલો બનાવી કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...