અણઘડ આયોજન:એમકોમમાં પ્રથમ સત્રની પરીક્ષા વિના નવું સત્ર શરૂ!

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફેકલ્ટીના નિર્ણયથી છાત્રો મૂંઝાયા
  • બીજા​​​​​​​ સત્રના 1 માસ બાદ પ્રથમ સત્રની પરીક્ષા લેવાશે

મ.સ.યુનિવર્સિટીમાં સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી કોમર્સ ફેકલ્ટીના અણઘડ આયોજનથી વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. મિસ મેનેજમેન્ટના પગલે પરીક્ષા આપ્યા વગર જ વિદ્યાર્થીઓને બીજા સત્રમાં અભ્યાસ શરૂ કરાવી દેવાયો છે. એમકોમ પ્રિવિયસનું પ્રથમ સત્ર પૂરું થયા પછી તરત પરીક્ષા લેવાની જગ્યાએ બીજું સત્ર શરૂ કરી દેવાયું છે. બીજંુ સત્ર એક મહિનો ચલાવ્યા પછી પ્રથમ સત્રની પરીક્ષા લેવાશે.

એક મહિના જેટલો સમય આ સત્ર ચલાવ્યા પછી પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા લેવાશે. ત્યારબાદ ઉનાળુ વેકેશન પછી બાકી રહી ગયેલું બીજું સત્ર ચલાવાશે. આ પ્રકારના મિસમેનેજન્ટ ભર્યા નિર્ણયોના કારણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અવાર-નવાર કોમર્સ ફેકલ્ટીમાં એકેડેમિક બાબતે મુશ્કેલીઓ ઊભી થાય છે. વધારે સંખ્યા હોવાનું કારણ રજૂ કરવામાં આવતું હોય છે.

જોકે તેની સામે અધ્યાપકોની સંખ્યા અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કોઇ પણ પ્રયત્નો કરવામાં આવતા નથી, જેના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લાં બે વર્ષથી અણઘડ આયોજનના કારણે વિદ્યાર્થીઓ સતત પરેશાની ભોગવી રહ્યા છે અને પરીક્ષાઓ અને પરિણામો માટે વિલંબ કરવાનો વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...