તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:નવા પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ ગુરુવારે ચાર્જ લેશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનુપમસિંહ ગહલૌતનો વિદાય સમારંભ

શહેરના નવા પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ ગુરુવારે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે. તાજેતરમાં સરકારે 74 આઇપીએસ ઓફિસર ની બદલીના હુકમ કર્યા હતા જેમાં વડોદરાના હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ને ઇન્ટેલિજન્સ વિભાગમાં ગાંધીનગર બદલી કરવામાં આવી હતી આ ઉપરાંત તેમને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર નો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે .તેમના સ્થાને સુરત પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ ની નિમણૂક કરવામાં આવી છે તેઓ ગુરુવારે ચાર્જ સંભાળે તેવી શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે આ ઉપરાંત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર કે.જી ભાટી ડીસીપી (વહીવટ) સરોજ કુમારી તથા ડીસીપી સંજય ખરાત અને ડીસીપી અચલ ત્યાગીની પણ બદલીના હુકમ થયા હતા . તેમના સ્થાને નિમણૂક કરાયેલા અધિકારીઓ પણ એકાદ-બે દિવસમાં ચાર્જ લે તેવી શક્યતા છે.સોમવારે સાંજે વિદાય થઈ રહેલા પોલીસ કમિશનરનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...