તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની ચૂંટણી:નવા 76 નગરસેવકોની તાજપોશી માટે સભાગૃહને નવો ઓપ

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાલિકાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે ત્યારે પાલિકાના સભા કચેરીના ભાગમાં રૂા. 4.50 લાખના ખર્ચે રંગરોગાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં પાલિકાના સભાગૃહની ખુરશીઓ પણ બહાર મૂકી દેવામાં આવી છે. પાલિકાના જૂના બોર્ડની મુદત 14 ડિસેમ્બરે પૂરી થયા બાદ મ્યુ. કમિશનરને સીઈઓની સત્તા અપાઈ છે.

પાલિકાના ગત બોર્ડના 76 કોર્પોરેટરો હવે પૂર્વ કોર્પોરેટરો થઈ ચૂક્યા છે અને 23 ફેબ્રુઆરીએ જાહેર થનારાં પરિણામ બાદ શહેરને નવા 76 કોર્પોરેટરો મળશે.

ત્યારે પાલિકાની વડી કચેરીમાં ચૂંટાયેલી પાંખ માટેની બિલ્ડિંગમાં રંગરોગાન શરૂ કરી દેવાયું છે. જેમાં મેયર સહિતના પદાધિકારીઓની કચેરીની બહારનો ભાગ, સ્થાયી સમિતિની લોબી તેમજ કમિટી લોબીમાં હાલમાં કામગીરી ચાલી રહી છે, જે 15 દિવસમાં જ પૂરી કરવા ટકોર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો