તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:શાલિની અગ્રવાલ બઢતી સાથે નવા મ્યુનિસિપલ કમિશનર

ગાંધીનગર-વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાલિની અગ્રવાલ - Divya Bhaskar
શાલિની અગ્રવાલ
  • ફરી એક વખત સામે ચોમાસે મ્યુનિસિપલ કમિશનર બદલાયા,પી સ્વરૂપની 294 દિવસમાં બદલી

સરકારે બુધવારે મોડી સાંજે સચિવ સ્તરના 22 અધિકારીઓની બદલીઓ કરી છે જ્યારે આઠ અધિકારીઓને સચિવ કક્ષાએ બઢતી અપાઇ છે. પાલિકાના મ્યુનિસિપલ કમિશનરની ફરી એક વખત એક જ વર્ષમાં બદલી થઇ છે અને સામે ચોમાસે કરાયેલી બદલીમાં વડોદરાના જ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને બઢતી આપી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

છેલ્લા 3 વર્ષથી પાલિકામાં કમિશનર તરીકે કોઈ સનદી અધિકારી આવવા તૈયાર નથી અને તેના કારણે દર વર્ષે મ્યુ.કમિશનર બદલાઈ રહ્યા છે.આ અગાઉ 17 જુલાઈ,2018ના રોજ અજય ભાદુ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી હતી પરંતુ 24 જુલાઇ 2019 ના રોજ તેમની દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે બદલી થઇ હતી.

પી.સ્વરૂપ
પી.સ્વરૂપ

તેવી જ રીતે,11 સપ્ટેમ્બર,2019ના રોજ નલિન ઉપાધ્યાયને વડોદરા મુકવામાં આવ્યા હતા તેમણે 19 ઓગષ્ટ 2020ના રોજ ગાંધીનગર ની વાટ પકડી હતી.તા.20 ઓગષ્ટ 2020 ના રોજ સ્વરૂપ.પીને વડોદરા કમિશનર તરીકે મુકાયા હતા. પરંતુ સ્થાનિક નેતાગીરીમાં સંકલન કરવામાં અટવાઇ ગયા હતા. સ્વરૂપ પી વડોદરામાં 294 દિવસ રહ્યા હતા અને તેમને ગાંધીનગર ખાતે જમીન સુધારણા કમિશનર તરીકે મુકાયા છે.

22 આઇએએસ અધિકારીઓની બદલી
અધિકારીનું નામબદલીનું સ્થળપહેલાનો હોદ્દો
પંકજ કુમારACS, ગૃહACS, મહેસૂલ
વિપુલ મિત્રાACS, પંચાયતACS, શ્રમ-રોજગાર
ડો.રાજીવ ગુપ્તાACS, ઉદ્યોગACS, વન-પર્યાવરણ
એ.કે. રાકેશACS, GADACS, પંચાયત
સુનયના તોમરACS, સામાજિક ન્યાયACS, ઉર્જા
અને અધિકારીતા
કમલ દયાણીACS, મહેસૂલ

ACS, સામાન્ય વહીવટ

મનોજકુમાર દાસACS, બંદરો અનેACS, ઉદ્યોગ
ટ્રાન્સપોર્ટ
મનોજ અગ્રવાલACS, આરોગ્યACS, સામાજિક
ન્યાય અને અધિકારીતા
અરુણકુમાર સોલંકીACS, વન-પર્યાવરણMD, જીએમડીસી
મમતા વર્માPS, ઉર્જા તથા નર્મદાPS,પ્રવાસન
સોનલ મિશ્રાગ્રામ વિકાસ કમિશનરસચિવ, નર્મદા
રમેશ ચંદ મીણાડિરેક્ટર જનરલ, સ્પીપાકમિશનર,
જમીન સુધારણા
હારિત શુક્લાસચિવ, પ્રવાસનસચિવ, વિજ્ઞાન અને
તકનીકી
વિજય નહેરાસચિવ, વિજ્ઞાનગ્રામ વિકાસ કમિશનર
અને તકનીકી
રૂપવંત સિંઘકમિશનર, જીઓલોજીસચિવ, નાણાં(ખર્ચ)
તથા GMDCના MD
પી સ્વરૂપકમિશનર, જમીન સુધારણામ્યુનિ.કમિશનર,
વડોદરા
મનીષા ચંદ્રાસચિવ, નાણાં(ખર્ચ)સચિવ, મહિલા અને
બાળ કલ્યાણ
જયપ્રકાશ શિવહરે

પે સ્કેલના વધારા સાથે આરોગ્ય કમિશ્નર પદે યથાવત્

8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી

  • બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
  • હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર
  • પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA
  • રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ
  • શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
  • કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
  • એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ
  • સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ
અન્ય સમાચારો પણ છે...