તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું શિડ્યૂલ:1 સપ્ટેમ્બરથી દિલ્હી અને મુંબઈની નવી ફ્લાઇટ શરૂ, એરપોર્ટ પરથી 8 ફ્લાઇટની અવરજવર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેંગ્લોર-હૈદરાબાદની ફ્લાઇટના સમય બદલાયા

વડોદરાથી દિલ્હી અને મુંબઇની બે નવી ફલાઇટ 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે બેંગ્લોર અને હૈદ્રાબાદની ફલાઇટના સમયમાં બદલાવ થયો છે. આ સાથે વડોદરા એરપોર્ટથી કુલ 8 ફ્લાઈટનો શિડ્યુલ કાર્યરત થશે. વડોદરાથી કોરોના દરમિયાન માત્ર એક જ ફ્લાઇટ કાર્યરત હતી. જોકે હવે મુસાફરોની સંખ્યામાં વધારો થતાં વડોદરા એરપોર્ટે પણ ગતિ પકડી છે.

આગામી 1 સપ્ટેમ્બરથી દિલ્હી માટે રાત્રે આવવાની સુવિધા સાથે અને વહેલી સવારે પરત જવાની સુવિધા સાથે ખાનગી એર લાઇન્સની ફ્લાઇટ શરૂ થશે. દિલ્હીથી રાત્રે 9:10 વાગે ફલાઇટ વડોદરા આવશે, જે બીજા દિવસે સવારે 7:30 વાગે દિલ્હી રવાના થશે. જ્યારે મુંબઇ માટે સવારે 8:15 વાગે ફલાઈટ વડોદરા આવશે. આ સાથે બેંગ્લોર અને હૈદ્રાબાદની ફ્લાઇટનો સમય સવારને બદલે બપોરનો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના અગાઉ વડોદરાથી 11 ફ્લાઇટનો શિડ્યૂલ હતો, જે 8 ફલાઈટ શરૂ થતાં લગભગ તેની સમકક્ષ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...