ભાસ્કર એક્સક્લૂસિવવર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમની પહેલી ઝલક!:વડોદરામાં 42 એકરમાં આવતા વર્ષે તૈયાર થઈ જશે નવું ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ મેચના દુકાળનો 13 વર્ષે અંત આવશે

વડોદરા20 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ

વડોદરા શહેર નજીક બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. આ સ્ટેડિયમ વડોદરા-હાલોલ હાઇવે પર કોટંબી ગામ પાસે બની રહ્યું છે અને એનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આ સ્ટેડિયમ પર આગામી માર્ચ 2023 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ આયોજિત કરી શકાશે. આનાથી વડોદરામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચના 13 વર્ષના દુકાળનો અંત આવશે.

IPLની મેચ રમાડવા માટે પણ BCA ઉત્સાહિત
બરોડા ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું હતું કે કે IPLની મેચ જે-તે ફ્રેન્ચાઇઝી તેના શહેરમાં જ વધુ મેચ રમાડતી હોય છે, એટલે IPLની કોઈ ટીમ આપણી સાથે ટાઇઅપ કરે અને વડોદરામાં મેચ રમાડે એ ટીમની ફ્રેન્ચાઇઝી પર નિર્ભર હોય છે, પરંતુ ICCની વન-ડે મેચ 2023માં વડોદરામાં રમાશે એવી અમને ચોક્કસ આશા છે.

મેદાન સંપૂર્ણ રેડી, બેઠક-ફર્નિચરનું કામ જારી
કોટંબી સ્ટેડિયમનું જે 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે, એમાં ખેલાડીઓને રમવા માટેની પિચ સહિતનું મેદાન સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલ સ્થાનિક મેચો યોજાય છે. હવે માત્ર સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા અને ફર્નિચરનું કામ ચાલુ છે, જે આગામી માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...