શહેરમાં સંક્રમણની સ્પીડ:અઠવાડિયામાં નવા કેસ 440% વધ્યાં એક જ દિવસમાં 21 બાળકો સંક્રમિત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
624 કેસ 27 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં નોંધાયા - Divya Bhaskar
624 કેસ 27 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં નોંધાયા
  • સંક્રમણની ગતિ તેજ બનતાં ચિંતાના વાદળો ઘેરાયાં, મંગળવારે 97 કેસ હતા, 24 કલાકમાં બમણાં થયા
  • 10 દિવસમાં કેસ ત્રણ ડિજિટમાં પહોંચ્યા : શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 63 કેસ, 18 વિસ્તારમાં સંક્રમણનો ફેલાવો
  • 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીના 6 દિવસમાં 269 કેસ નવા નોંધાયા હતા
  • તા. 4 અને 5 જાન્યુઆરી એમ બે દિવસમાં જ 278 કેસ નોંધાયા
  • પહેલી લહેરના પ્રથમ 10 દિવસમાં માત્ર 9 કેસ નોંધાયા હતા. જયારે બીજી લહેરમાં શરૂઆતના 10 દિવસમાં 1201 કેસ નોંધાયા હતા.

શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. નવા કેસોમાં રોજબરોજ ધરખમ વધારો થઇ રહ્યો છે. મંગળવારે શહેરમાં 97 નવા કોરોના કેસ નોંધાયા હતા. જે 24 કલાકમાં જ બમણા થઇ જતાં બુધવારે 181 કેસ નવા નોંધાયા હતા. સંક્રમણની તેજ ગતિ સાથે વધુ ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે બુધવારે નોંધાયેલા નવા કેસોમાં 21 કેસ 2 વર્ષથી 18 વર્ષના એટલે કે બાળકોના નોંધાયા છે. 31 ડિસેમ્બરે 41 કેસ હતા. જે અઠવાડિયા બાદ 5 જાન્યુઆરીએ 440 ટકા વધી ગયા હતા. બુધવારે શહેરના પશ્ચિમ ઝોનમાં સોૈથી વધુ 63 કેસ નોંધાયા હતા. શહેરના 18 વિસ્તારમાંથી નવા દર્દીઓ મળી આવવા સાથે ગ્રામ્યના 31 કેસ નોંધાયા હતા.

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે નોંધાયેલા 97 કે બાદ બુધવારે કોરોનામાં સંક્રમિત લોકોનો આંકડો 181 પર પહોંચ્યો હતો. પોઝિટિવ કેસોમાં 18થી ઓછી ઉંમરના દર્દીઓની સંખ્યા 21 છે જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. શહેરમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરની શરૂઆત થઇ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 269 કેસો નોંધાયા છે. જેની સરખામણીએ છેલ્લા બે દિવસમાં 278 સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી રહી છે.

સૂત્રોના પ્રમાણે બુધવારે નોંધાયેલા 181 કેસો પૈકી 21 કેસો 18થી ઓછી ઉંમરનાં બાળકોની છે. જ્યારે બાકીના 160 કેસ 18 થી વધુ ઉંમરના નદીઓની છે બુધવારે સૌથી નાના 2 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. ઉલ્લેખનીય છે કે ગત 26મી તારીખે કોરોના સંક્રમિત લોકોનો આંકડો ડબલ ડિજિટ એટલે 10 હતો.

જે વધીને છેલ્લા દસ દિવસ બાદ બુધવારે આંકડો 3 ડિજિટમાં એટલે 181 પર પહોંચ્યો છે. 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એક મહિનામાં શહેરમાં 407 કેસ નોંધાયા છે તેની સરખામણીએ શહેરમાં એક જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધીમાં 434 કેસ નોંધાઈ ચૂક્યા છે જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ સહેલાઇથી સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે બુધવારે 18 વર્ષથી નાની ઉંમરના 21 કેસ ચિંતાનું કારણ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...