તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ઝિબિશન:કલાનગરીના કલાકારો માટે નવી આર્ટ ગેલેરી, 10 મહિના બાદ પ્રથમ એક્ઝિબિશનનો પ્રારંભ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે વેદિકા આર્ટ ગેલેરીનું ઉદ્ધાટન કરાયું

કલાનગરી વડોદરાના કલાકારો માટે તેમના આર્ટ પ્રદર્શિત કરવા માટે નવુ પ્લેટફોર્મ ખુલ્લુ મુકાતા કલાકારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા, બરોડા સેન્ટ્રલ બસ્ટેશન ખાતે નવી વેદિકા આર્ટ ગેલેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. અન્ય પ્રાઇવેટ ગેલેરીમાં ભાડુ વધુ હોવાથી ખર્ચો વધી જતા કલાકારો એક્ઝિબિશન કરી શકતા ન હતા. ત્યારે વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાની આર્ટ ગેલેરી વાજબી ભાડે કલાકારો માટે ખુલ્લી મુકાઇ છે. લોકાડાઉનને લીધે 10 મહિના પછી પહેલુ એક્ઝિબિશન શહેરના 5 કલાકારો દ્વારા વેદિકા આર્ટ ગેલેરી ખાતે કરાયું હતું.

5 કલાકારો દ્વારા 70 પેઇન્ટિંગ્સનું પ્રદર્શન કરાયુ
એક્ઝિબિશનમાં રાજેન્દ્ર દિંડોરકર, અવની દિંડોરકર, ચિરાગ મુડગલ, સૃજન દિંડોરકર અને શ્વેની પરમારની 70 કલાકૃતિઓનું પ્રદર્શન કરાયું હતું. કલાકાર રાજેન્દ્ર દિંડોરકરે જણાવ્યું હતું કે, એક્ઝિબિશનમાં રીઆલિસ્ટીક, સેમિ રીઆલિસ્ટીક, મોર્ડન, કન્ટેમ્પરરી અને પિક્ટોરિયલ આર્ટ પ્રદર્શિત કરાયા છે. કલાકારોને પોસાય તેમ એક દિવસના રૂ.1500માં આ આર્ટ ભાડે ગેલેરી અપાય છે. એક્ઝિબિશન 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો