તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • New Academic Session Starts From Today After Vacation In Vadodara, Students Join Online Class For Second Year In A Row, 100% Attendance Of Teachers In Schools

ઓનલાઇન સ્કૂલો શરૂ:વડોદરામાં વેકેશન બાદ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસમાં જોડાયા, સ્કૂલોમાં 100 ટકા શિક્ષકોની હાજરી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓનલાઇન નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો - Divya Bhaskar
ઓનલાઇન નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
  • શિક્ષકો કહે છે કે, બાળકોને ક્લાસ રૂમમાં અભ્યાસ કરાવવાનો જે ઉત્સાહ હોય છે, તેવી મજા ઓનલાઇન ભણાવવામાં નથી

કોરોનાની મહામારી વચ્ચે પસાર થયેલા ઉનાળુ વેકેશન બાદ આજથી વર્ષ-2021-22 માટે શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઓનલાઇન પ્રારંભ થયો છે. સરકારની ગાઇડલાઇન મુજબ તમામ શાળા-કોલેજોના શિક્ષકો સ્કૂલોમાં આવી પહોંચ્યા હતા અને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. જોકે, પ્રથમ દિવસે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા અને આરોગ્યનું ધ્યાન રાખવા માટે સલાહ-સૂચન કર્યું હતું. જોકે, શિક્ષકોએ જણાવ્યું હતુ કે, બાળકોને ક્લાસ રૂમમાં અભ્યાસ કરાવવાનો જે ઉત્સાહ હોય છે અને મજા આવે છે. તેવી મજાહ ઓનલાઇન ભણાવવામાં આવતી નથી.

શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાથી સરકાર દ્વારા ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી અને ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આજથી વડોદરાની મોટાભાગની સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી હતી. કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સાથે ઔપચારીક ચર્ચા કરી હતી. તો કેટલીક સ્કૂલો દ્વારા આજે પ્રથમ દિવસથી જ અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે પસાર થયેલા ઉનાળુ વેકેશન બાદ આજથી ઓનલાઇન નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કોર્સ પ્રમાણે ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી
ધોરણ-1થી 5ના બાળકો પણ સ્કૂલ દ્વારા આપવામાં આવેલા સમયે તૈયાર થઇને મોબાઇલ લઇને ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે સજ્જ થઇ ગયા હતા. શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા માટે નિર્ધારીત સમયે ઓનલાઇન આવી ગયા હતા. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવનાર હોવાથી જે તે સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ માટેના કોર્સની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે કોર્સ પ્રમાણે ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.

સ્કૂલોમાં તમામ શિક્ષકો કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કર્યું
સરકારની ગાઇડલાઇન મુજબ સ્કૂલોમાં શિક્ષકોને 100 ટકા હાજર રહેવાનું હોવાથી તમામ સ્કૂલોમાં શિક્ષકો સહિત અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે પસાર થયેલા ઉનાળુ વેકેશન બાદ શિક્ષકો આજે સ્કૂલોમાં ભેગા થયા હતા. સ્કૂલોમાં તમામ શિક્ષકો કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કર્યું હતું. સ્કૂલો દ્વારા પણ સ્કૂલના ગેટ પાસે ટેમ્પ્રેચર ગન અને સેનિટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

સ્કૂલોમાં 100 ટકા શિક્ષકોની હાજરી
જય અંબે સ્કૂલના પ્રિન્સિપાલ પરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, આજથી અમારી સ્કૂલ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આજે તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને તૈયાર કરેલા કોર્સ મુજબ ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી હતી. સ્કૂલમાં શિક્ષકોની 100 ટકા હાજરી થવાના કારણે કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવામાં આવ્યું છે. જોકે, બાળકો વગરની સ્કૂલમાં મજા આવતી નથી. વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં જે ભણાવવાની મજા આવે છે તેવી મજા ઓનલાઇન ભણાવવામાં આવતી નથી.

આજથી મારા પુત્ર અને પુત્રીનું ઓનલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું
વાલી જીગીશાબહેન શાહે જણાવ્યું હતું કે, આજથી મારા પુત્ર અને પુત્રીનું ઓનલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છે. ગયા વર્ષે એક જ મોબાઇલ ફોન પર બે બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ, આ વખતે મારી દીકરી ધોરણ-10માં હોવાથી તેના માટે નવો મોબાઇલ ફોન લાવવાની ફરજ પડી છે. ઓનલાઇન શિક્ષણથી બાળકો કંટાળી ગયા છે. બાળકો પણ હવે સ્કૂલમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...