તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ મર્ડર:શહેરાના સંભાલી ગામમાં 'લાકડા કાપતો નથી અને ખાવુ છે' તેવો ઠપકો આપતા ભત્રીજાએ નિદ્રાધીન કાકા-કાકીની કૂહાડીના ઘા મારીને ઘાતકી હત્યા કરી

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરી - Divya Bhaskar
શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરી
  • લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો ઠપકો આપતા મનમાં લાગી આવતા ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે.ખાવાનું બનાવવા માટે લાકડા ન કાપતો હોવાથી લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા ભત્રીજાએ કાકા અને કાકીનું ઢીમ ઢાળી દીધું હતું.ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કાકાએ ઠપકો આપતા ભત્રીએ કાકા-કાકાની હત્યા કરી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતા પતિ નાયક અર્જુનભાઇ સોમાભાઈ(ઉ.42 ) નાયક અને પત્ની રાધાબેન અર્જુનભાઇ (ઉ.38) શનિવારે રાત્રીના સમયે કૂહાડીના ઘા મારી નિદ્રાધીન ચીર નિદ્રામાં હત્યા થઈ હતી. રાત્રિના અરસામા સુઇ રહેલા કાકા અને કાકીની ભત્રીજા નાયક જયંતીભાઈ પ્રતાપભાઈએ નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કાકા અને કાકીની હત્યા કરી હતી.

પતિ અને પત્નીના ઘરમાં પડેલા મૃતદેહો
પતિ અને પત્નીના ઘરમાં પડેલા મૃતદેહો

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

બેભાન અવસ્થામાં પડેલો આરોપી નાયક જયંતીભાઈ પ્રતાપભાઈ
બેભાન અવસ્થામાં પડેલો આરોપી નાયક જયંતીભાઈ પ્રતાપભાઈ

સ્થાનિકોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો
આરોપી યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો છે અને પોલીસને સોંપ્યો હતો. જોકે યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.

પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા
પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા
ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ
ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ
હત્યાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા
હત્યાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા

(અહેવાલઃ શ્યામલ પટેલ, શહેરા)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો