તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના દંપતીનો અનોખો શોખ:નેહા અને હિતેશે 30 વર્ષમાં દુનિયાભરમાં ફરી 200 વર્ષ જૂની છતાં સાચો સમય બતાવતી ઘડિયાળો ભેગી કરી

વડોદરા9 દિવસ પહેલાલેખક: પ્રણય શાહ
 • કૉપી લિંક
વડોદરાના દંપતી નેહા અને હિતેશની તસવીર - Divya Bhaskar
વડોદરાના દંપતી નેહા અને હિતેશની તસવીર

દેશ વિદેશમાં ઘણા લોકો વિશ્વની એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે. આવી જ રીતે વડોદરાના જાણીતા કળાસંગ્રાહક હિતેશ રાણા અને તેમના પત્ની નેહા રાણા પાસે 30 વર્ષમાં 200થી વધુ દેશ-વિદેશની અને બેનમૂન નક્શી કરેલી ઘડિયાળોનો સંગ્રહ છે. જેમાં મોટાભાગની 200 વર્ષથી જૂની ઘડિયાળો છે. જે હજી ચાલુ છે. અા તમામ ઘડિયાળોને દર 6 દિવસે સાફ સફાઇ કરે છે. આ દંપતીએ પિતાનો વારસો જાળવી રાખતા વિવિધ દેશોમાં ફરીને એન્ટિક ઘડિયાળો એકત્ર કરી છે. જેમાં વોલ કલોક, ટેબલ કલોક અને પોકેટ કલોકનો સમાવેશ થાય છે.

સોના-ચાંદી અને રુબી જડેલી એન્ટિક ઘડિયાળો પણ છે
ઘડિયાળના સંગ્રહમાં સૌથી વધુ પોકેટમાં રાખવાની વર્ષો જૂની ઘડિયાળો ચાલુ હાલતમાં સચવાયેલી છે. જેમાં શુદ્ધ સોના-ચાંદી તથા રુબી જડેલી પોકેટ ઘડિયાળો પણ સામેલ છે. આ સાથે જ કુરાનની આયાતની સુંદર કોતરણી અને બ્રિટિશરોના ફોટો સાથે જેવી વૈવિધ્યસભર ઘડિયાળ છે. ટેબલ કલોકમાં પણ સુમધુર ટકોરા વાગતી અને સાથે અદભુત કોતરણીવાળી ઘડિયાળ, બ્રાસ પર હિન્દુ દેવી-દેવતાઓની કોતરણી વાળી ઘડિયાળ પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો