તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કપુરાઇ ચોકડી નજીક પતિએ બાઇક પરથી પત્નીને ફેંકી દીધી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત રહેતાં પતિ- સાસરિયાં સામે મહિલાની ફરિયાદ
  • સગાઈ તૂટ્યા બાદ યુવતી સાથે બળજબરીથી લગ્ન કર્યા

શહેરની યુવતીના સુરતના યુવક સાથે લગ્ન થયા બાદ પતિ અને સાસરીયાએ શારિરીક માનસિક ત્રાસ ગુજારતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. યુવતીને માર મારીને તેનો પતિ વડોદરા લાવ્યો હતો ત્યારે કપુરાઇ ચોકડી પાસેે તેને બાઇક પરથી ફેંકી દીધી હતી. જેથી યુવતીને ઇજા થતાં સારવાર માટે ખસેડાઇ હતી.

શહેરના આજવા રોડ પર રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન સુરતમાં રહેતા લલીત વાઘેલા સાથે લગ્ન થયા હતા.ગત વર્ષે તેની સગાઇ થઇ હતી ત્યારે લલીતે ફોન પર વાત ના કરવા અને સગા સાથે સબંધ ના રાખવા જણાવતાં યુવતીએ સગાઇ તોડી નાંખી હતી. ત્યારબાદ લલીતે તેનો વારંવાર ફોન કર્યા હતા અને વડોદરા મળવા આવ્યો ત્યારે તેણે તું મારી સાથે ભાગીને લગ્ન કરી લે નહીતર તારા માતા પિતા તને મારી નાખશે તેમ કહેતા યુવતી પહેરેલે કપડે તેની સાથે જતી રહી હતી અને સુરતમાં કોર્ટ લગ્ન કર્યા હતા.

ત્યારબાદ પતિ અને સાસરીયાએ તેની પર શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને પતિને કહેવા જતાંતેણે મારઝુડ શરુ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ તેને માર મારી પિયરમાં મુકવા આવ્યો હતો અને કપુરાઇ ચોકડી પાસે બાઇક પરથી ફેંકી દીધી હતી અને ત્યારબાદ તેના પિયરમાં લઇ ગયો હતો. તેના પિતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...