મદદ:મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે વડોદરા NDRFની ચાર ટીમો હવાઇ માર્ગે રવાના

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા ખાતેની એન.ડી.આર.એફની છઠ્ઠી બટાલિયનની ચાર ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે રવાના.
  • પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા

મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા છે. તેને અનુલક્ષીને વડોદરા ખાતેની એન.ડી.આર.એફની છઠ્ઠી બટાલિયનની ચાર ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે.

ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો સાથે મોકલવામાં આવી.
ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો સાથે મોકલવામાં આવી.

અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે કામગીરી કરશે
ભારતીય સેનાના 5 પરિવહન હવાઈ જહાજોની મદદથી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહે છે. જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે. કોલ્હાપુરથી આ લોકોને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા છે તેમ બટાલિયન 6ના નાયબ સેનાપતિ અનુપમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાના 5 પરિવહન હવાઈ જહાજોની મદદ લેવાઈ.
ભારતીય સેનાના 5 પરિવહન હવાઈ જહાજોની મદદ લેવાઈ.

ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.
પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.