તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આફતો સામે આગોતરી તૈયારી:ગુજરાતના 8 જિલ્લાઓમાં ચોમાસામાં બચાવ કામગીરી માટે NDRFની ટીમો તૈનાત કરાઇ, 2 ટીમ રાજસ્થાન મોકલાઇ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ટીમો તૈનાત કરાઇ છે
  • NDRFની એક ટીમમાં તાલીમબદ્ધ 25 જવાનો રાખવામાં આવે છે, જે તમામ જરૂરી સાધનોથી સજ્જ હોય છે

રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે, NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે. આ દળ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે. તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં NDRFની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી.

ગુજરાત અને રાજસ્થાનમાં ટીમો તૈનાત કરાઇ
વડોદરા ખાતેની છઠ્ઠીથી બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાને અનુલક્ષીને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે ચર્ચા કર્યાં પછી દળ દ્વારા ગુજરાતના 8 જિલ્લાઓમાં અને રાજસ્થાનના બે જિલ્લાઓમાં કુલ 10 ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે. આ પ્રત્યેક ટીમમાં 25 તાલીમબદ્ધ અને બચાવ રાહતમાં કુશળ જવાનો રાખવામાં આવ્યાં છે જે વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે.

NDRFની એક ટીમમાં તાલીમબદ્ધ 25 જવાનો રાખવામાં આવે છે
NDRFની એક ટીમમાં તાલીમબદ્ધ 25 જવાનો રાખવામાં આવે છે

ગુજરાતના 8 જિલ્લામાં ટીમો મોકલાઇ
8 ટીમો રાજ્યના સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં આગોતરી મૂકી દેવામાં આવી છે. આફતો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલીવાળા વિસ્તારોમાં કામ કરશે. આ આગોતરી સાવચેતી હેઠળ કરવામાં આવેલું આયોજન છે.

NDRFની ટીમો વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે
NDRFની ટીમો વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે

તમામ ટીમો જરૂરી સાધનોથી સજ્જ હોય છે
આ ટીમો આફત પ્રસંગે સંદેશા વ્યવહાર માટેના જરૂરી સાધનો અને ઉપકરણો, પ્રાથમિક સારવાર માટે જરૂરી તબીબી સાધન સામગ્રી, બોટ્સ, લાઇફ જેકેટ્સ, લાઇફ બોયા, કાટમાળ હટાવી બચાવ કરવા માટે કોંક્રિટ કટર્સ, સર્ચ માટેના સાધનો, ફ્લડ રેસ્ક્યૂ માટે ઈનફ્લેટેબલ બોટ્સ જેવી અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે.

NDRFની ટીમો તમામ જરૂરી સાધનોથી સજ્જ હોય છે
NDRFની ટીમો તમામ જરૂરી સાધનોથી સજ્જ હોય છે

કોટા અને ઉદયપુર જિલ્લામાં બે ટીમ તૈનાત કરાઇ
વડોદરાથી બે ટીમોને રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બટાલિયન પાસે અનામત ટીમોની વ્યવસ્થા રહે છે અને જરૂર પડ્યે ટીમના સદસ્યોનું વિભાજન કરીને નવી ટીમોની રચના જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. અમે લોકોને આફતમાંથી સહી સલામત ઉગારવા હંમેશા સતર્ક અને સુસજ્જ રહીએ છે તેમ અનુપમનું કહેવું છે.

વડોદરાથી બે ટીમોને રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
વડોદરાથી બે ટીમોને રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં NDRFની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી
તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં NDRFની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી