તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરાના પાદરામાંથી NCBએ 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, 2 મહિલા સહિત 7ની અટકાયત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
MD ડ્રગ્સની સાથે સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
MD ડ્રગ્સની સાથે સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે(પ્રતિકાત્મક તસવીર)
  • આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો હતો, તે મુદ્દે આરોપીઓની પૂછપરછ શરૂ
  • વડોદરા શહેર અને જિલ્લામાં ડ્રગ્સના નશાના કારોબારનો પગ પેસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે

વડોદરા જિલ્લાના પાદરામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો એક કિલો MD ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. MD ડ્રગ્સની સાથે સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ NCBએ 2 મહિલા સહિત 6 આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડ્રગ્સ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન NCBએ 2 મહિલા સહિત 6 લોકોની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી એક કિલો જેટલુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને તેને ક્યાં લઇ જવાનો હતો, તે સહિતના મુદ્દે NCBએ આરોપીઓની પૂછપરછ કરી છે. આ મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે. વડોદરા શહેર અને જિલ્લામાં નશાના કારોબારનો પગ પેસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જેથી NCB દ્વારા સમયાંતરે કાર્યવાહી છતાં પણ ડ્રગ્સના કારોબાર પર રોક લાગી શકતી નથી.

આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો હતો, તે મુદ્દે આરોપીઓની પૂછપરછ શરૂ
આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો હતો, તે મુદ્દે આરોપીઓની પૂછપરછ શરૂ

અમદાવાદ NCBએ બે મહિના પહેલા કરજણ પાસેથી MD ડ્રગ્સ પકડ્યું હતું
બે મહિના પહેલા અમદાવાદ NCBએ કરજણ ટોલનાકા પર વોચ ગોઠવીને મુંબઇ તરફથી આવતી કારમાંથી 2.99 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરી હતી. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ને કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી. આ સમયે મુંબઈ તરફથી આવી રહેલી એક ઇનોવા કારને એનસીબીના અધિકારીઓએ રોકી હતી અને કારમાં સવાર અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા અસલમ અખ્તરખાન પઠાણના સામાનની તલાશી લેતા તેની પાસેથી MD ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી.

ગુજરાત ATSએ 5 મહિના પહેલા 16.30 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું
5 મહિના પહેલા ગુજરાત ATS અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશનમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અમાન મોહમદહનિફ શેખ(ઉ.20), (રહે, 19, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન(ઉ.19), (રહે, 3, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું 163 ગ્રામ MD/મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને એનડીપીએસનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી.

પાદરા પોલીસ સ્ટેશન
પાદરા પોલીસ સ્ટેશન

5 મહિના પહેલા પહેલા ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
5 મહિના પહેલા વડોદરા શહેરમાં ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં વડોદરા શહેરના બહુચરાજી રોડ પર મહિલા પોતાના ઘરની તિજોરીમાં MD ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હતી. પોલીસે 96,200 રૂપિયાની કિંમતનું શિડ્યુલ ડ્રગ્સ મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઈન્જેકશન પોલીસે જપ્ત કર્યાં હતા અને ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલા તેમજ સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પકડાયેલામાં 1 પાદરાનો હોવાની શંકા
સૂત્રોએ જણાવ્યું કે, પાદરા નજીક કેમિકલ કંપનીમાં નોકરી કરતો 1 શખ્સ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા લોકોમાં હોવાની ચર્ચા શરૂ થઇ હતી. એનસીબી દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. એનસીબી અને પાદરા પોલીસે આ શખ્સોને પકડ્યા ત્યારે સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, કારમાં આગળના ભાગે એક શખ્સ હતો, જ્યારે પાછળના ભાગે 1 મહિલા હતી.

અન્ય સમાચારો પણ છે...