કોરોના સામે જંગ:નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલનો ધોરણ 3નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલે ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવે વર્ગનું શૈક્ષણિક કાર્ય ફરી એક વખત ઓનલાઇન શરૂ કર્યું
  • વડોદરાની મુલાકાતે તાજેતરમાં આવેલા આરોગ્ય અને મંત્રીએ સ્કૂલો બંધ કરવાનો ઈનકાર કર્યો હતો

વડોદરા શહેરના સમા વિસ્તારની નવરચના હાઇસ્કૂલનો ધોરણ-8ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાયલી ખાતે આવેલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો.3નો વિદ્યાર્થી પોઝિટિવ મળ્યો છે. જેને પગલે શાળાના સંચાલકોએ આ વર્ગનુ ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરી દીધો હતો. હવે વર્ગનું શૈક્ષણિક કાર્ય ફરી એક વખત ઓનલાઇન શરૂ કર્યું છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતાં જ હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવતા વાલી મંડળે જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવા માંગ કરી છે. જોકે આજે અમે વડોદરા આવેલા આરોગ્ય અને મંત્રીએ સ્કૂલો બંધ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

વડોદરાની શાળાઓમાં કોરોના ટેસ્ટની શરૂઆત કરતાં વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. શાળામાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થતાની સાથે જ કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત રહ્યો છે. ભાયલી નવરચના સ્કૂલના ધો 3 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે.જેને લઈ શાળાના વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.શાળાના વહીવટી તંત્ર દ્વારા શાળાના કલાસરૂમ સેનેટાઇઝ કરાયા હતા.જ્યારે ચાર દિવસ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, ભાયલીની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-3નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળા સંચાલકો દ્વારા ડીઇઓ કચેરીને જાણ આવી છે. અને સ્કૂલ દ્વારા સાવચેતીના ભાગરૂપે ધોરણ 3 નો વર્ગ બંધ કરી દીધો છે. સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવતાં વર્ગના તેમજ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...