તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:નવાપુરા PSIએ સત્યજીત ગાયકવાડને 2 લાફા માર્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડી.એસ.પટેલ, PSI - Divya Bhaskar
ડી.એસ.પટેલ, PSI
 • બહેનનો માસ્કનો દંડ ભરવા ગયેલા પૂર્વ સાંસદ સાથે ઉદ્ધતાઈ

માસ્ક યોગ્ય રીતે ન પહેરનાર બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકીદઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી પણ આપી હતી.

PSIએ પાવતી ન હોવાનું કહી પોલીસ સ્ટેશન બોલાવ્યા, વિરોધ કરતા ખાખીનો રોફ જમાવ્યો, ઘરે જઇ વોન્ટેડ બતાવવા ધમકી
અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા હતા. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી અટકાવી પોલીસે એક હજારનો દંડ ભરવો પડશે તેવી જાણ કરી હતી. જો કે તેઓ પર્સ લીધા વગર નીકળ્યા હોવાથી ભાઈ સત્યજિતનો મોબાઇલ પર સંપર્ક કરી 1000 રૂપિયા લઇ બગીખાના ત્રણ રસ્તા આવવા જાણ કરી હતી. સત્યજીત ગાયકવાડ પૈસા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. આ ટાણે હાજર પોલીસે પાવતી પુરી થઇ હોવાથી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા સૂચના આપી હતી. જેનો વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઇભર્યું વર્તનકરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. વડોદરાના પૂર્વ સાંસદ પોલીસની તુમાખી જોઇ સમસમી ગયા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા. આ ઘટના સંદર્ભે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો છે. ગુરૂવારે કોંગી અગ્રણીઓ પીએસઆઈ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને રજુઆત કરશે.

સત્યજિત ગાયકવાડ, પૂર્વ સાંસદ
સત્યજિત ગાયકવાડ, પૂર્વ સાંસદ

ઓવરડ્યુટી કરનાર પોલીસનું કાઉન્સિલિંગ થવું જોઈએ
કોરોનાના કાળમાં પોલીસ સતત કામ કરે છે ત્યારે ઓવરડ્યુટીના બોજામાં આવી ગયેલી પોલોસને કાઉન્સિલિંગની જરૂર છે. મે પૂર્વ સાંસદ હોવાની ઓળખ આપી છતાં પીએસઆઇ પટેલે મને લાફા ઝીંકી દઈ કેસ કરી વોટેન્ડ બતાવવાની ધમકી આપી હતી. આવા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ છે. - સત્યજિત ગાયકવાડ, પૂર્વ સાંસદ

માસ્ક બાબતે ઝપાઝપી થઈ હતી, પોલીસે કોઇ ધમકી આપી નથી
સત્યજિત ગાયકવાડના ઘર નજીક માસ્કની પાવતી બાબતે રકઝક થઈ હતી અને ત્યારબાદ ઝપાઝપી અને ખેંચાખેચી થઈ હતી. કોઈ પોલીસ કર્મચારીએ ઝાપટ મારી નથી. પોલીસ તેમના ઘરે નથી ગઈ અને કોઈ ધમકી આપી નથી. - એમ. વી ભગોરા, પીઆઇ, નવાપુરા પોલોસ

ભાજપના કાર્યકરોને પણ છોડ્યા ન હતાં
પીએસઆઈ પટેલે બે દિવસ પહેલાં ભાજપના કાર્યકરો સાથે પણ ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી દંડાવાળી કરી હતી. જેના પગલે સ્થાનિક વોર્ડના ભાજપના કાર્યકરોએ શહેર ભાજપ કાર્યાલય પર જઇ મહામંત્રીને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો