નિવેદન:કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા વડોદરામાં, કહ્યું: 'કોરોના કાળમાં દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા, અનેક નાના-મધ્યમ ઉદ્યોગો ધંધા બંધ થઇ ગયા'

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા - Divya Bhaskar
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા
  • ભાજપની સરકારમાં અર્થવ્યવસ્થા ભાંગી પડી હોવાના આક્ષેપ પવન ખેરાએ કર્યાં

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમિયાન દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા છે. બેરોજગાર થયેલા લોકોમાં અનેકની નોકરીઓ છૂટી ગઇ છે, તો અનેક નાના અને મધ્યમ ઉદ્યોગો ધંધા બંધ કરવા પડ્યા છે. સરકાર દ્વારા રોજગારીનું ફૂલગુલાબી ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ, વાસ્તવિકતા અલગ છે.

એમેઝોન મામલે આક્ષેપો કર્યાં
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વિદેશી એમેઝોન કંપનીએ ભારત દેશમાંથી રૂપિયા 45 હજાર કરોડની કમાણી કરી છે. અને તે કમાણીના 20 ટકા પ્રમાણે રૂપિયા 8546 કરોડની લીગલ ફીના માધ્યમથી ઉચ્ચ નેતાઓને લાંચ પેટે આપવામાં આવ્યા છે. કંપનીના કર્મચારીઓએ જ લાંચના આક્ષેપો કર્યાં છે, ત્યારે આ મામલે તપાસ કરવા માટે કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવે છે. આ નેતાઓ કોણ છે તે જાહેર કરવામાં આવે.

ભાજપની સરકારમાં અર્થવ્યવસ્થા ભાંગી પડી
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રૂપિયા 8546 કરોડની આટલી મોટી રકમ લેવામાં આવી છે, તેની સામે વિદેશી કંપની એમેઝોનને એવી શું સુવિધા આપવામાં આવી, જેથી નાના વેપારીઓ તેમજ મધ્યમ વર્ગના વેપારીઓએ પોતાના ધંધા બંધ કરી દેવા પડ્યા છે. ડો. મનમોહનસિંહ સરકારમાં અર્થવ્યવસ્થાએ જે વેગ પકડ્યો હતો. તે આજે નોટબંધી, જીએસટી અને અમુક નીતિઓને કારણે આ ભાજપ સરકારમાં ભાંગી પડ્યો છે. આગામી સમયમાં અમેરિકામાં પણ આ એમેઝોન કંપની ઉપર તપાસ બેસાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો ભારતમાં કોની શરમ આવે છે. તેની પાછળ સરકારના અમુક ચોક્કસ નેતાઓનો હાથ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

મુન્દ્રા પોર્ટથી જ કેમ વારંવાર દાખલ કરવામાં આવે છે
મુન્દ્રા પોર્ટ ઉપરથી હાલમાં રૂપિયા 21,000 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. અગાઉ પણ મુન્દ્રા પોર્ટ ઉપરથી 25 ટન ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભારતમાં ડ્રગ્સ ફક્ત મુન્દ્રા પોર્ટથી જ કેમ વારંવાર દાખલ કરવામાં આવે છે. શું તેના સંચાલકો પણ આ કારસામાં સંડોવાયેલા છે કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેની તપાસ પણ થવી જોઈએ.

7 વર્ષમાં ભાજપ સરકાર વેચવાનું કામ કરી રહ્યી છે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ફક્ત બૂમો પાડે છે. 70 વર્ષમાં અગાઉની સરકારે કશું કર્યું નથી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસે તેના શાસનમાં જે 70 વર્ષમાં વસાવ્યું હતું તે વેચવાનું કામ કરી રહ્યી છે. આજે પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા અમી રાવત, કોંગ્રેસ અગ્રણી ઋત્વીજ જોષી, અમીત ગોટીકર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...