તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડના રાષ્ટ્રીય પ્રમુખ એસ.કે. નંદા બન્યાં

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક રાજ્યો જ્યાં સ્કાઉડ-ગાઇડ પ્રવૃતિ નથી

વિદ્યાર્થીઓ અને યુવાઓમાં શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બને તે માટે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે ડો.એસ.કે.નંદાની નિમણૂક કરવામાં આવી છે. પ્રેસિડેન્ટ બન્યા બાદ વડોદરામાં પ્રથમવાર આવતા તેમનો જીપીએસ સ્કૂલ, છાણી ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘દેશના છત્તીસગઢ, ચંદીગઢ, ઝારખંડ સહિતના અનેક રાજ્યો છે જેમાં હજી સુધી આ પ્રવૃત્તિ શરૂ થઇ નથી. હવે એ દિશામાં પ્રયાસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં પણ સ્કૂલોમાં તેનો વ્યાપ વધે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.’

હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડના ગુજરાતના વાઇસપ્રેસિડેન્ટ બકુલેશ ગુપ્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી અર્જુનસિંહ મકવાણા અને બીઆરજી ગ્રૂપના ચેરપર્સન લત્તાબેન ગુપ્તા ઉપસ્થિત રહ્યાં હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરામાં માત્ર 4 સ્કૂલોમાં હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડ કાર્યરત છે, જેમાં 1200 વિદ્યાર્થીઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો