રમતોત્સવ:ગુજરાતમાં વડોદરામાં પ્રથમવાર ફિટ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
35થી લઈને 100 વર્ષની ઉંમર સુધીના વડીલ ખેલાડીઓ દેશભરમાં થી વડોદરા આવશે - Divya Bhaskar
35થી લઈને 100 વર્ષની ઉંમર સુધીના વડીલ ખેલાડીઓ દેશભરમાં થી વડોદરા આવશે
  • આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સહિત 2 હજારથી વધુ વડીલ ખેલાડીઓના રમત કૌશલ્યો નિહાળવા મળશે

જૂન મહિનામાં વડોદરા એક મહા રમત મેળા નું યજમાન બનશે જેમાં 35થી લઈને 100 વર્ષની ઉંમર સુધીના વડીલ ખેલાડીઓ દેશભરમાં થી વડોદરા આવશે. વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે જૂન મહિના માં તા.16 થી 19 દરમિયાન, ગુજરાતમાં પહેલીવાર વડોદરામાં નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપ રમાશે. આ રાષ્ટ્રીય કક્ષાનો મહા રમતોત્સવ આઝાદી કા અમૃત પર્વ, ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા આયામોને વણી લઈને યોજવામાં આવી રહ્યો છે.સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને માસ્ટર્સ એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાત તેના મુખ્ય આયોજકો છે.

આ આયોજનમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું પ્રોત્સાહન પ્રાપ્ત છે તેવી જાણકારી આપતાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું કે દેશભરમાંથી અંદાજે 2 હજાર જેટલા વડીલ ખેલાડીઓ તેમાં ભાગ લેશે જે પૈકી ઘણાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. 35થી 100 વર્ષની ઉંમરના વડીલ રમતવીરો આ આયોજન હેઠળ શહેરના મહેમાન બનશે.

પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વડોદરાને અને ગુજરાતને રમતની અદ્યતન સુવિધાઓ આપી,ખેલ મહાકુંભ જેવા આયોજનો કર્યા જેના પગલે રાજ્યમાં રમત પર્યાવરણ મજબૂત બન્યું છે. તેમણે જણાવ્યું કે, આ રમતોત્સવ વડોદરાવાસીઓ માટે ઉમદા તક છે. તેઓ તેમાં ભાગ લે અને નિહાળે. આ પ્રસંગે ડો.અર્જુનસિંહ મકવાણા અને વડીલ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...