ભાસ્કર વિશેષ:નેશનલ ગેમ્સ: સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિમ્નાસ્ટિક, હેન્ડબોલ રમવા માટે દેશભરના 700 ખેલાડી અને ઓફિશિયલ્સ આવશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનાં 6 શહેરોમાં દેશના 7 હજાર ખેલાડીઓ 13 દિવસ સુધી 36 રમતો રમશે

રાજ્યમાં 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તારીખ 29 સપ્ટેમ્બરથી તારીખ 12 ઓગસ્ટ દરમિયાન યોજાનાર નેશનલ ગેમ્સમાં તારીખ 29મીએ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમરી યોજાશે. આ ગેમ્સમાં 7000 ખેલાડી સહિત 13 હજારથી વધુ તેની સાથે સંકળાયેલા ઓફિશિયલ્સ ભાગ લેશે. જેમાં અમદાવાદમાં 16 રમતો 6 સ્થળે યોજશે. જેમાં 7100 ખેલાડી ભાગ લેશે. જ્યારે તારીખ 12મી ઓક્ટોબરના રોજ સુરતમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. સુરતમાં પણ 4 રમત બે સ્થળે યોજાશે. જેમાં 1100 ખેલાડી ભાગ લેશે.

વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જીમ્નાસ્ટિક અને હેન્ડબોલની બે રમત યોજાશે. જેમાં 700 ખેલાડી અને ઓફિશીયલ્સ ભાગ લેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં ત્રણ સ્થળે 10 રમત રમાશે જેમાં 4600 ખેલાડી, રાજકોટમાં ત્રણ સ્થળે બે રમત રમાશે, જેમાં 2600 ખેલાડી ભાગ લેશે. ભાવનગરમાં 700 ખેલાડીઓ એક રમત રમશે. આ અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક શહેરના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સાથે ઉચ્ચ અધિકારી અશ્વિનની કુમારે વિડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી.

જેમાં રાજ્યના અનેક શહેરમાં યોજાનાર નેશનલ ગેમ્સ યોજાઇ એ પૂર્વે સ્પોર્ટ્સ હરીફાઈ, સ્પોર્ટ્સ કાર્નિવલ જુમ્બા જેવી ઇવેન્ટ યોજી લોકોને માહિતી આપવા સૂચના અપાઈ છે.આમ, કોરોના બાદ રાજ્યના મહત્વના છ શહેરમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાને કારણે 2020માં ગેમ્સ યોજાઇ ન હતી
વર્ષ 2015માં કેરાલામાં નેશનલ ગેમ્સ યોજાઇ હતી. ત્યારબાદ વર્ષ 2016માં ગોવામાં યોજાનાર ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી. કોરોનાના કારણે વર્ષ 2020માં પણ નેશનલ ગેમ્સ યોજાઈ ન હતી. ત્યારે હવે નેશનલ ગેમ્સ 2022 ગુજરાતના 6 શહેરોમાં યોજાશે.

નેશનલ ગેમ્સમાં આ રમતોનો સમાવેશ
નેશનલ ગેમ્સની 36 રમતો 7 શહેરમાં રમાડવાનું આયોજન છે. જેમાં કબડ્ડી, ખોખો, નેટબોલ, રોલર સ્કેટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સીંગ હોકી, ફૂટબોલ, જીમનેસ્ટીક, સ્કેટ બોર્ડિંગ, સોફ્ટબોલ, સ્વિમિંગ ટેનિસ ટ્રાય થોન વોલીબોલ, યોગાસન વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...