• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Narmada Ghat Ready In Kevadia On The Theme Of Ganga Ghat Of Varanasi, Safe Narmada Bath And Daily Aarti Will Be Done, Modi Will Open Maha Aarti Kari Ghat

ગુજરાતમાં નર્મદાઘાટ:વારાણસીના ગંગાઘાટની થીમ પર કેવડિયામાં નર્મદાઘાટ તૈયાર, સુરક્ષિત નર્મદા સ્નાન અને રોજ આરતી થશે, મોદી મહાઆરતી કરી ઘાટને ખુલ્લો મૂકશે

વડોદરાએક મહિનો પહેલા
કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટનું કામ પૂર્ણતાના આરે છે.
  • ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટની કામગીરી પૂર્ણતાના આરે છે
  • ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી વધુ એક ભેટ આપશે

ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને શ્રદ્ધાળુઓ નર્મદા નદીના આ ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી શકશે. આ ઘાટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. પીએમ મોદી મહાઆરતી કરીને આ ઘાટનું લોકાર્પણ કરશે.

પીએમ મોદીની પરિકલ્પના પૂર્ણ થશે
સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિમીનું વિશાળ સરોવર બનાવ્યા બાદ ક્રૂઝ બોટ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી, ત્યારે હવે ધાર્મિક સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે. પ્રવાસીઓ માટે આકર્ષણ વધી જશે. વારાણસી અને હરિદ્વારમાં જે ગંગાઘાટ છે એવો જ નર્મદાઘાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિતારમાં બને એવી વડાપ્રધાને પરિકલ્પના કરી હતી, જ્યાં બેસીને ભક્તો નર્મદા સ્નાન કરી શકે, જ્યાં રોજ નર્મદા મૈયાની આરતી થાય અને નર્મદા સ્નાન માટે આવતા સાધુ-સંતો માટે એકદમ સુરક્ષિત સ્થાન હોય. પીએમ મોદીની આ પરિકલ્પના હવે પૂર્ણ થવા જઈ રહી છે.

અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાકિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાકિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

131 મીટર લાંબો અને 47 મીટર પહોળો ઘાટ
ગોરા શૂલપાણેશ્વર મંદિર પાસે નર્મદાઘાટ બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો ઘાટ બની રહ્યો છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર થઈ રહ્યો છે, ત્યારે હવે તેને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાકિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગંગાઘાટ જેવો નર્મદાઘાટ બનાવવાની મોદીની પરિકલ્પના પૂર્ણ થશે.
ગંગાઘાટ જેવો નર્મદાઘાટ બનાવવાની મોદીની પરિકલ્પના પૂર્ણ થશે.

ભક્તો નર્મદા મૈયાની આરતીનો લાભ લઈ શકશે
નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા નદીને કિનારે પંચકોશી પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. નર્મદાજયંતીએ અહીં નર્મદા પૂજનના અનેક કાર્યક્રમો થાય છે, ત્યારે હવે કેવડિયા કોલોની નજીક ગોરા ગામ ખાતે 14 કરોડના ખર્ચે નર્મદાઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. નર્મદાઘાટ શરૂ થયા પછી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને ગુજરાતભરના ભક્તો આ નર્મદા મૈયાની આરતીનો લાભ લઈ શકશે.

નર્મદાઘાટ ખાતે સુરક્ષિત નર્મદા સ્નાન અને રોજ આરતી થશે.
નર્મદાઘાટ ખાતે સુરક્ષિત નર્મદા સ્નાન અને રોજ આરતી થશે.

રોજ નર્મદા મૈયાની આરતી થશે
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના હરિદ્વાર અને વારાણસીમાં જે ધાર્મિક સ્થળો છે ત્યાં ગંગા મૈયાની મહાઆરતી રોજ થાય છે, એ જ રીતે નર્મદા મૈયાની આરતી પણ અહીં કરાવવાનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ થયા એ પ્રકારનું આયોજન હાલ થઈ રહ્યું છે.

પીએમ મોદી મહાઆરતી કરી ઘાટને ખુલ્લો મૂકશે.
પીએમ મોદી મહાઆરતી કરી ઘાટને ખુલ્લો મૂકશે.

પીએમ મોદીના હસ્તેમાં નર્મદાની પ્રથમ મહાઆરતી થશે
આવનારા સમયમાં નર્મદાઘાટ તૈયાર થઈ જશે તેમજ વડાપ્રધાનના હસ્તે નર્મદાની પ્રથમ મહાઆરતી કરવામાં આવશે. ખાસ નર્મદા મહાઆરતી માટે વારાણસી અને હરિદ્વારથી પૂજારીઓને લાવવામાં આવશે અને ત્યાર બાદ રોજ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે મોદી કેવડિયા આવીને મહાઆરતી કરે એવી શક્યતા છે અને જો પીએમ મોદી ન આવે તો તંત્ર દ્વારા મહાઆરતીનું રિહર્સલ થાય એવી પણ શક્યતા છે.

શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર થઈ રહ્યો છે.
શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર થઈ રહ્યો છે.
ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટની કામગીરી પૂર્ણતાના આરે છે.
ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટની કામગીરી પૂર્ણતાના આરે છે.
ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ બન્યો છે.
ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ બન્યો છે.