તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Narmada District Congress Demands Closure Of Statue Of Unity, Congress Says 3,000 Tourists Visit Daily, Which Is An Open Invitation To Corona

કોરોનાની સ્થિતી ગંભીર:સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવાની નર્મદા જિલ્લા કોંગ્રસની માગ, કોંગ્રેસ કહે છે કે, રોજ 3 હજાર પ્રવાસીઓ આવે છે, જે કોરોનાને ખુલ્લું આમંત્રણ છે

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સ્ટેચ્યૂ ઓફ યુનિટી(ફાઈલ તસવીર)
  • નર્મદા જિલ્લા કોંગ્રેસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટર લેખિત રજૂઆત કરી

નર્મદા જિલ્લામાં તેમજ કેવડિયા કોલોની વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું છે. બીજી તરફ જિલ્લામાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને બજારો ત્રણ દિવસ માટે સ્વંયમભૂ બંધ રાખવામાં આવ્યા છે. આજે સ્થનિકો જાગૃત બન્યા છે, પણ સરકાર જવાબદારી ક્યારે નિભાવશે તેવી રજૂઆત કરીને કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્ર વાળંદ તેમજ મહિલા અગ્રણી દક્ષાબેન તડવી સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી હતી.

પ્રવાસીઓના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે આ બાબતે કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્ર વાળંદે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓના કારણે અહીં ફરજ બજાવતા સ્થાનિકો અને આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે. કોરોનાની પરિસ્થિતિ વિકટ છે, ત્યારે અમે ધંધા-રોજગાર બંધ રાખી ઘરમાં રહીને કોરોનની ચેન તોડવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સરકારને કંઈ પડી ન હોય તેમ સ્ટેચ્યૂ અને તેના પ્રવાસન અન્ય પ્રોજેક્ટો ખુલ્લા રાખ્યા છે.

નર્મદા જિલ્લા કોંગ્રેસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટર લેખિત રજૂઆત કરી હતી
નર્મદા જિલ્લા કોંગ્રેસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટર લેખિત રજૂઆત કરી હતી

રોજના 3 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયામાં આવે છે, જે કોરોનાને ખુલ્લું આમંત્રણ છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રોજના 3 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયામાં આવે છે, જે કોરોનાને ખુલ્લું આમંત્રણ છે. જેથી હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે તેવી અમારી માગ છે.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)