વડોદરાના ડભોઈમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી પર દુષ્કર્મ આચરતા ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ડભોઈ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
દુષ્કર્મ આચર્યા પછી માર માર્યો
વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલી વસાહતમાં રહેતો પરેશ સુમનભાઈ રાઠવા યુવતીને ગત 3 ઓક્ટોબર-2022ના રોજ થરવાસા કેનાલ પર આવેલી ઓરડીમાં લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. અને માર માર્યો હતો અને દુષ્કર્મ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને આ વાત કોઈને જણાવી નહોતી.
યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી
જો કે, એક મહિના પહેલા પરેશે યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી યુવતીએ સમગ્ર ઘટના અંગે માતા-પિતાને વાત કરી હતી. આ ઉપરાંત ગામમાં પોતાના સમાજમાં પણ વાત કરી હતી. જેથી તેઓએ ફરિયાદ કરવાનું કહેતા યુવતી પોતાના ભાઈ સાથે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને પરેશ રાઠવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
ડભોઈ પોલીસે યુવતીની ફરિયાદના આધારે પરેશ સુમનભાઈ રાઠવા સામે ગુનો નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.