નર્મદા કેનાલમાં કરૂણાંતિકા:વડોદરામાં ભાભી અને બાળકને ડૂબતા બચાવવા નર્મદા કેનાલમાં કૂદી પડેલ નણંદનું ડૂબી જતાં મોત

વડોદરા16 દિવસ પહેલા
સમા વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં ડૂબતા મહિલાનું મોત.

શહેરના સમા વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં નણંદ, ભાભી અને બાળક પગ લપસતા ડૂબ્યા હતા. જેમાં ભાભીને બચાવવા પડેલ નણંદનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. જ્યારે બાળક અને ભાભીનો બચાવ થયો છે. આ પરિવાર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે.

નાઝિયાને બચાવવા રહેનુમા કૂદી
વડોદરાના સમા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે બપોરે ભાભી નાઝિયા પરવેઝ, નણંદ રહેનુમા બસીરખાન તેમજ તેમનું બાળક કપડાં ધોવા અને ન્હાવા માટે ગયા હતા. ન્હાવા દરમિયાન બાળકનો પગ લપસતા તે પાણીમાં પડ્યું હતું. ઘટના અંગે નાઝિયાએ કહ્યું હતું કે હું બાળકને બચાવવા માટે કેનાલમાં કૂદી અને મને બચાવવા માટે મારી નણંદ રહેનુમા પણ કેનાલમાં કૂદી હતી. આ દરમિયાન મેં બાળકને બચાવી લીધું હતું અને સ્થાનિકોએ મને પણ બહાર કાઢી લીધી હતી. પરંતુ નણંદ રહેનુમા પાણીમાં ડૂબતા તેનું મોત નિપજ્યું છે.

એક મહિલા અને બાળકને બચાવી લેવામાં આવ્યા હતા.
એક મહિલા અને બાળકને બચાવી લેવામાં આવ્યા હતા.

નાઝિયાને દુપટ્ટો ફેંકી બચાવી લેવાઇ
આ દરમિયાન ત્યાં હાજર સોની ખાતૂને જણાવ્યું હતું કે, અમે કપડાં ધોવા માટે નર્મદા કેનાલમાં ગયા હતા. આ દરમિયાન નાઝિયા નણંદ રહેનુમાના બાળકને સ્નાન કરાવી રહી હતી. ત્યારે બાળકનો પગ લપસતા તે કેનાલમાં ડૂબવા લાગ્યો અને તેને બચાવવા નાઝિયા કેનાલમાં કૂદી હતી. જેથી મે સ્થાનિક લોકોને મદદ માટે બોલાવ્યા અને દુપટ્ટો કેનાલમાં લંબાવી અમે તેને બચાવી લીધી. પરંતુ રહેનુમા ડૂબી ગઇ.

મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડાયો
ઘટનાને પગલે સ્થાનિક તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. તેમજ રહેનુમાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. જેનું પોસ્ટમોર્ટમ આવતીકાલ શનિવારે સવારે કરવામાં આવશે. જ્યાર બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.

મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.
મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

મૃતકનો પતિ ટાયર પંચર રિપેરિંગનું કામ કરે છે
મૃતક રહેનુમા અને તેનો પતિ મૂળ રાજસ્થાનના શિકર જીલ્લાના રહેવાસી છે. રહેનુમા અને તેનો પતિ વડોદરના સમા વિસ્તારમાં રહે છે. તેમજ તેનો પતિ બસીરખાન ગાડીઓના ટાયર પંચર રિપેરિંગનું કામ કરે છે. તેમજ રહેનુમાં ઘરકામ કરતી હતી.