તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

20 સંસ્થાની લાગણી:એરપોર્ટને રાજવી સયાજીરાવનું નામ આપો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષે નામકરણ ન થતાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ
  • એરપોર્ટને નામ આપવાની પોલિસી બંધ, ટર્મિનલને આપી શકાય

2016માં શરૂ થયેલા વડોદરાના નવા એરપોર્ટને ‘શ્રી સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ’ રાખવામાં આવે તેવી માગ ફરી ઉઠી છે. સોમવારે શહેરની 20 સંસ્થાઓ દ્વારા વડોદરાના એરપોર્ટનું નામ ‘શ્રી સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ’ રાખવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.

મહારાષ્ટ્રીયન યુવા સંગઠનના જણાવ્યા અનુસાર, વડોદરાના હવાઈ મથકનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ નામ કરવામાં આવે તેવી અગાઉ પણ અનેક સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતું આજદીન સુધી રજૂઆતને સાંભળવામાં આવી નથી. ઉલ્લેખનિય છે કે, સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને એમ.એસ.યુનિવર્સીટી, સુરસાગર, કમાટીબાગ, ન્યાયમંદિર સહિતની અનેક ઈમારતો અને સુવિધા આપી છે.ત્યારે વડોદરાના એરપોર્ટને તેમનું નામ આપવામાં આવે તેવી વડોદરાના નગરજનોની માંગણી છે.

એરપોર્ટના સત્તાધીશોએ આ મુદ્દે જણાવ્યું હતું કે, હાલ એરપોર્ટનું નામ આપવાની પોલીસી બંધ કરી દેવાઈ છે. હવે માત્ર ટર્મીનલ બિલ્ડીંગનું નામકરણ થઈ શકે છે. તે મુજબ વડોદરા એરપોર્ટને બદલે વડોદરા ટર્મીનલ બિલ્ડીંગનું નામ કેબીનેટની મંજુરી લઈ બદલી શકાય છે. રજૂઆત કરનારી સંસ્થાઓમાં મહારાષ્ટ્રીયન યુવક સંગઠન, અખીલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠન સહિતની સંસ્થાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...