ભાસ્કર એક્સકલૂઝિવ:નગર પ્રાથમિક ‘જીવલેણ’ સમિતિ, નિઝામપુરાની મહર્ષિ અરવિંદ, છાણીની રંગ અવધૂત સ્કૂલો ભયજનક સ્થિતિમાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલમાં બે શાળા વપરાશ યોગ્ય ના હોવાનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ છતાં એક શાળાએ 6 મહિના સુધી 650 બાળકોને જીવના જોખમે ભણાવ્યાં

મોરબીની ગોઝારી ઘટના બાદ રાજ્યમાં સરકારી તંત્ર કામે લાગ્યું છે પરંતુ વડોદરાના નિઝામપુરામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઇમારત જર્જરીત હોવા છતાં તેની અણદેખી કરી તંત્રએ ધો.1થી 8ના 650 જેટલાં વિદ્યાર્થીઓના જીવ 6 મહિના સુધી જોખમમાં મુક્યા છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જીવલેણ સમિતિ જેવું કામ કરી રહી હોવાનું જણાઇ રહ્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 6 મહિનાથી આવા જર્જરિત સ્ટ્રક્ચરમાં 650થી વધુ વિદ્યાર્થીઓને તેમના જ જીવના જોખમે ભણાવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 6 મહિનાથી આવા જર્જરિત સ્ટ્રક્ચરમાં 650થી વધુ વિદ્યાર્થીઓને તેમના જ જીવના જોખમે ભણાવ્યા હતા.

તંત્રે જર્જરીત ઇમારતો, બ્રિજ સહિતની ઇમારતોની તપાસ કરવા સૂચના આપી છે. જોકે શિક્ષણ સમિતિ સંચાલિત નિઝામપુરાની શાળામાં જર્જરિત હોવા છતાં ત્યાં બાળકો અભ્યાસ કરી રહ્યા હોવાનું સપાટી પર આવતાં તંત્રની બેદરકારી છતી થઇ છે. શહેરના ઉત્તર ઝોનની કચેરી તરફથી નિઝામપુરાની મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા તેમજ છાણી જકાતનાકા પાસેની રંગ અવધૂત પ્રા.શાળાનું માર્ચ મહિનામાં સ્ટ્રકચરલ ઓડિટ કરાયું હતું.

સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ
સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ

જેના રિપોર્ટમાં બંનેના સ્ટ્રક્ચર નાદુરસ્ત હોવાનો, ઉપયોગ કરવા યોગ્ય ના હોવાનો અને નજીકના ભવિષ્યમાં ભયજનક પરિસ્થિતિ સર્જાવાની ટકોર કરાઇ હતી. ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે 8 માર્ચે આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને પત્રથી જાણ કરી હતી. છતાં નવા સત્રમાં મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળામાં બાળકોને બેસાડાયા હતા.

સ્ટ્રક્ચરલ રિપોર્ટ : શાળાઓનો ઉપયોગ કરવો હવે યોગ્ય નથી
ગત 2022ના માર્ચ મહિનામાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિઝામપુરા અને છાણી જકાતનાકા પાસે આવેેલી બન્ને શાળાઓનો ટેસ્ટ થયો હતો. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને એનડીટી ટેસ્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને સ્કૂલોના સ્ટ્રક્ચર 25 વર્ષ જેટલા જૂના છે અને જુના સિવીલ એન્જિનીયરીંગ કોડ પ્રોવિઝન મુજબના HYSD સ્ટિલ અને M-15 કોંક્રિટ મુજબ બનેલા હોવાની સ્પષ્ટતા સાથે હયાત સ્ટ્રક્ચરમાં હાલની કોન્ક્રીટની સ્ટ્રેન્થ 10 N/mm2થી પણ ઓછી એટલે ઘણી ખરાબ પરિસ્થિતિમાં છે. દિવાલોમાં તિરાડો પડી છે, સ્ટ્રકચરમાં કોન્ક્રીટના બ્રેકડાઉન છે. સાથે સ્ટીલ રેઇનફોર્સમેન્ટ પણ ખલાસ થઈ ગયેલ છે. સ્ટીલ રેઇનફોર્સમેન્ટ કટાઈ જવાના કારણે ચણતરમાં તિરાડો સાથે આખુ સ્ટ્રક્ચર ‘ના-દુરસ્ત’ પરિસ્થિતિમાં મુકાઇ ગયું છે. બંને શાળાઓના સ્ટ્રક્ચરનો ઉપયોગ યોગ્ય નથી.

મેં સ્થળ પર જઈ સર્વે કર્યો છે એટલું ડેમેજ નથી, ખાલી પાણી લીકેજનો પ્રોબ્લમ હતો
નવા સત્રથી રંગ અવધૂત શાળા બંધ કરી છે. મહર્ષિ અરવિંદ શાળાનો ચોક્કસ ભાગ ઉપયોગમાં લેવાય તેમ નથી. પાલિકા બે દિવસમાં રીપેરીંગ શરૂ કરશે. મહર્ષિ અરવિંદ શાળામાં એટલું ડેમેજ નથી, પાણી લીકેજ હતું. હું ત્યાં ગયો હતો અને સર્વે કરી પાલિકાને જાણ કરી હતી. - હિતેશ પટણી, પ્રમુખ, ન.પ્રા.શિ.સમિતિ

નિઝામપુરા અતિથિગૃહમાં શાળા શરૂ કરો
મને પણ આ બાબતે જાણ થઈ છે. મારી માંગ એવી છે કે નજીકમાં જ નિઝામપુરા અતિથિગૃહ આવેલું છે. ત્યાં દિવાળી પછી બાળકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અને વહેલી તકે શાળાની ઇમારતને ઉતારી નવી ઈમારત બનાવવામાં આવે. - પુષ્પાબેન વાધેલા, કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...