પાંચ-પાંચ વર્ષથી નફીસાને છેતરતો રહ્યો બોયફ્રેન્ડ:'લિવ-ઈનમાં રહ્યા, પતિની જેમ હક કર્યો અને નફીસા સાથે લગ્નની વાત આવી તો રમીઝે ધરાર હાથ ખંખેરી નાંખ્યા'

વડોદરા13 દિવસ પહેલા

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ અમદાવાદના પ્રેમી રમીઝે લગ્ન કરવાની ના પાડતા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ભાડાના ઘરમાં નફીસાની સાથે તેની રૂમ પાર્ટનર શબનમ પણ રહેતી. શબનમે મીડિયા સમક્ષ કહ્યું છે કે, રમીઝ નફીસાના ઘરના ભાડા સહિતનો ખર્ચ ઉપાડતો તેમજ બંને પાંચ વર્ષથી લિવ-ઇનમાં રિલેશનશીપમાં રહેતા હતા.

રમીઝ લગ્નનો વાયદો કરી ફરી જતા નફીસા ડિપ્રેસનમાં હતી
નફીસાની રૂમ પાર્ટનર શબનમે જણાવ્યું હતું કે, હું નફીસા સાથે ભાડાના ઘરમાં છેલ્લા પાંચ મહિનાથી રૂમ પાર્ટનર તરીકે રહેતી હતી. નફીસા અમદાવાદના રમીઝ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ રમીઝ લગ્નનો વાયદો કરીને ફરી ગયો હતો. જેથી ડિપ્રેસનમાં આવીને નફીસાએ આત્મહત્યા કરી લીધી. નફીસા અને રમીઝ છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશીપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. રમીઝ નફીસાના ઘરનું ભાડું, લાઇટ બિલ સહિત તમામ ખર્ચ ઉપાડતો હતો. રમીઝ નફીસાના ભાડાના ઘરમાં આવતો જતો હતો અને બંને પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. ઘરમાં અમે હું અને મારા પતિ તેમજ નફીસા અને રમીઝ એમ ચાર લોકો રહેતા હતા.

નફીસાએ વડોદરામાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો
નફીસાએ વડોદરામાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો

આપઘાત પહેલા નફીસા સવારે 4 વાગ્યા સુધી ઓનલાઈન હતી
શબનમે કહ્યું કે, નફીસાએ આત્મહત્યા કરી ત્યારે હું ઉપરના રૂમમાં સૂતી હતી. અમે રાત્રે 3 વાગ્યા સુધી સાથે જ હતા. પરંતુ ત્યારે એવું કશું જ લાગ્યું નહીં કે તે આવું પગલું ભરી લેશે. મારે સવારે 9 વાગ્યે નોકરી જવાનું હોવાથી સૂવા માટે ગઇ હતી. સવારે જોયું નીચે આવી પડદો હટાવ્યો તો હું તેને લટકતી જોઇ ચોંકી ગઇ અને પોલીસ તેમજ તેના પરિવારના લોકોને માહિતી આ અંગે જાણ કરી. નફીસા 4 વાગ્યા સુધી તો સોશિયલ મીડિયામાં ઓનલાઇન પણ હતી.

નફીસાની રૂમ પાર્ટનર શબનમની તસવીર
નફીસાની રૂમ પાર્ટનર શબનમની તસવીર

રમીઝનો પરિવાર નફીસા સાથે લગ્નની વિરુદ્ધમાં હતો
શબનમના જણાવ્યા અનુસાર, રમીઝના પરિવારજનો નફીસાને અપનાવવાની ના પાડી રહ્યા હતા. તેથી પરિવારે તેને પણ ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો. નફીસા હંમેશા કહેતી કે, મારે રમીઝ સાથે મારે લગ્ન કરવા છે, હું તેના વિના નહીં રહી શકું. શબનમે કહ્યું કે, રમીઝને કારણે મારી બહેન જેવી ફ્રેન્ડ નફીસાને જીવ ગુમાવવો પડ્યો છે. તેને ન્યાય મળવો જોઇએ.

અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસાએ અંતિમ વીડિયો ઉતાર્યો હતો.
અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસાએ અંતિમ વીડિયો ઉતાર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...