રમીઝ ઇતના બુરા હાલ કર દિયા તુને:નફીસાનો આ વિડિયો તો કાળજું કંપાવી દેશેઃ 'મરને કે અલાવા કોઈ રાસ્તા નહીં, અલ્લાહ તુમ્હે કભી માફ નહીં કરેગા'

વડોદરા12 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ અમદાવાદના દાણીલીમડામાં રહેતા રમીઝ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બાદ તરછોડી દેતા વડોદરામાં ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ નફીસાએ ઘટનાના સપ્તાહ અગાઉ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પણ નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે વીડિયો પણ બનાવ્યા હતા. જેમાં નફીસા રડતાં રડતાં કહી રહી છે કે, રમીઝ ઇતના બુરા હાલ કર દિયા તુમને, મરને કે અલાવા મેરે પાસ કોઇ રાસ્તા નહીં હૈ, યાદ રખના અલ્લાહ તુમ્હે કભી માફ નહીં કરેગા'

બહોત બુરા કર હે હો તુમ... બહોત બુરા. મેં આગે ક્યા બોલુઃનફીસા
નફીસાનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં રિવરફ્રન્ટ ખાતે તે બોલી રહી છે કે, "મરને કે અલાવા મેરે પાસ કોઇ રાસ્તા નહીં હૈ. ઇતના બુરા હાલ કર દિયા તુમને. યાદ રખના અલ્લાહ તુમ્હે કભી માફ નહીં કરેગા. ઇતના કુછ કરને કે બાદ ભી તુમ્હે એસા લગના ચાહિએ કી નફીસા મુઝસે કિતના પ્યાર કરતી હૈ. મેરે લિયે કિતના કુછ કર સકતી હૈ. તુમ મેરે બારે મે ગલત સોચતે રહે. મને સમજ મેં નહીં આ રહા તુમને એસા ક્યું કિયા. ક્યું કર રહે હો. બહોત બુરા કર હે હો તુમ... બહોત બુરા. મેં આગે ક્યા બોલુ... મે તુમ્હારે ઘર ગઇ, તુમ્હારે ભાઇ, તુમ્હારે પાપા, તુમ્હારી મમ્મી, તુમ્હારી ભાભી, સબ લોગ થે. તો મુઝે લગતા હૈ રમીઝ તુમ્હારી ભી ફેમિલી હોની ચાહિએ. તુમ્હે નહીં લગતા? તુમ્હે મેરા સાથ છોડના આસાન લગા? પતા નહીં તુમ કહાં ગુમ હો ગયે? તુમને ફોન બંધ કર લીયા. ઇતને સારે વાદે, ઇતને સારે ઇતના સબ કરને કે બાદ... યે ગલત હૈ.. બહોત ગલત હૈ, એક લડકી કે સાથ એસા નહીં કરના ચાહિએ."

નફીસાએ રડતા રડતા પોતાની દાસ્તાન જણાવી હતી,
નફીસાએ રડતા રડતા પોતાની દાસ્તાન જણાવી હતી,

બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ મીડિયા સમક્ષ આવ્યા છે.

રમીઝે પ્રેમમાં દગો આપતા નફીસાએ વીડિયોમાં જણાવ્યું હતું
રમીઝે પ્રેમમાં દગો આપતા નફીસાએ વીડિયોમાં જણાવ્યું હતું

પ્રેમીએ દગો દેતાં રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો
નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાનો વીડિયો પણ બનાવ્યો હતા, જેમાં તે કહી રહી છે કે રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

સાબરમતી રિવરફ્રન્ટ વીડિયો બનાવી 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ વીડિયો બનાવી 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા... મેં ક્યા બોલું
અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા... મેં ક્યા બોલું.

અન્ય સમાચારો પણ છે...