તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Mysterious Death, Panel Postmortem To Be Held At Jawaharnagar Police Station After Arrest Of Land Broker In Vadodara, Family Says: 'Death By Police Beating'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટોડિયલ ડેથના આક્ષેપ:વડોદરામાં જમીન દલાલની અટકાયત બાદ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં રહસ્યમય મોત, પેનલ પોસ્ટમોર્ટમ થશે, પરિવારે કહ્યું: 'પોલીસે માર મારતા મોત થયુ'

વડોદરા12 દિવસ પહેલા
જમીન દલાલના મૃતદેહ પાસે પરિવારજનોનું આક્રંદ અને મૃતકની ફાઇલ તસવીર
 • પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો
 • એસીપી બકુલ ચૌધરી કહે છે કે, હાલ આ કેસની તપાસ ચાલી રહી છે

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા સોમવારે મોડી રાત્રે અટકાયત કરાયેલા 45 વર્ષીય જમીન દલાલ રહસ્યમય મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા પોલીસે છાતીમાં દંડા માર્યા હોવાથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂક્યો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, ફતેગંજ પોલીસ સ્ટેશનના બહુચર્ચિત બાબુ શેખ કસ્ટડિયલ ડેથ બાદ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથના આક્ષેપ થતાં ચકચાર મચી ગઇ છે. એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર
વડોદરા શહેર નજીક બાજવા ગામમાં 3, જલારામનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયાર(ઉ.45), પત્ની જશોદાબેન અને માતા સાથે રહેતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સોમવારે મોડી રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કંટ્રોલરૂમની વર્ધીના આધારે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. આ દરમિયાન આજે સવારે તેમનું રહસ્યમય મોત નીપજ્યું હતું, જોકે, આ બનાવની જાણ થતાં પરિવારજનો સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો છે
પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો છે

પોલીસ કહે છે કે, હાર્ટ એટેકથી મોત થયું
પોલીસ સ્ટેશનમાં રહસ્યમય મોતને ભેટેલા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈના ભત્રીજા નિલેશભાઈ સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારે 8:30 વાગે મારા ફોઈ જશોદાબેનનો ફોન આવ્યો હતો, તેઓએ જણાવ્યું હતું કે, તારા ફૂવાને બાજવા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, તુરંત જ હું હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો, જ્યાં મારા ફુવાનું મોત થયું હોવાના સમાચાર મળ્યા હતા. આ અંગે પોલીસને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેમનું મોત હાર્ટ એટેકથી થયું છે, જોકે, અમે મૃતદેહની તપાસ કરતા મારા ફુવાની છાતીમાં અને હાથમાં દંડા વાગેલાના ઉભા નિશાન જણાઈ આવ્યા હતા.

મૃતકના ભત્રીજા નિલેશભાઈ સોલંકી સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા
મૃતકના ભત્રીજા નિલેશભાઈ સોલંકી સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા

જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની પરિવારની માંગ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસને જણાવતા પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી અમે અમારા ફુવાનો મૃતદેહ સ્વીકારીશું નહીં. અમારી માગણી છે કે, અમારા ફૂવાના મોત માટે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

પોલીસે છાતીમાં દંડા માર્યા હોવાથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ મૂક્યો છે
પોલીસે છાતીમાં દંડા માર્યા હોવાથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ મૂક્યો છે

એસીપી પોલીસ સ્ટેશનમાં દોડી ગયા
આ બનાવની જાણ એસીપી બકુલ ચૌધરીને થતાં તુરંત જ તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ મથકમાંથી પ્રાથમિક વિગતો મેળવી મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયારના મોતનું ચોક્કસ જાણવા તપાસનો દોર શરૂ કર્યો છે. અત્રે જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી છે
જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો