ક્રાઇમ:લગ્નના 7 દિવસમાં ઊલટી બાદ પરિણીતાનું ભેદી મોત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાણી જકાતનાકાની યુવતીને ગોત્રી હોસ્પિ.માં ખસેડાઈ હતી
  • મોતનું કારણ જાણવા PM-FSL રિપોર્ટની જોવાતી રાહ

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી પરિણીતાને ઊલટી થયા બાદ તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં ભારે ચકચાર મચી હતી. ઘટના સંદર્ભે ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ મોતનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી ફૂલવાડીમાં રહેતો વસીમ રાઠોડ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. એક સપ્તાહ પહેલાં તેના લગ્ન મૂળ જૂનાગઢની 21 વર્ષની આશિયા સાથે થયા હતા. જોકે એક સપ્તાહ બાદ રવિવારે બપોરે આશિયાને ઊલટી થતાં તેને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી.

જ્યાં સારવાર દરમિયાન સોમવારે બપોરે તેણીનું મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. ફતેગંજ પોલીસ મથકના તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર આશિયાને થયેલી ઊલટી શ્વાસ નળીમાં જતી રહી હતી અને તેના કારણે તેની તબિયત લથડી હતી. ફતેગંજ પોલીસ રહસ્યમય રીતે નિપજેલા મોતનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. ઘટના સંદર્ભે ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...