તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ગોત્રીના કોરોના વોર્ડમાં ફરજ બજાવવા જતી નર્સનું ભેદી મોત

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક સ્ત્રી - Divya Bhaskar
મૃતક સ્ત્રી
  • ખોડિયારનગર પાસે અકસ્માત થયો કે હત્યાની આશંકા
  • ટુ વ્હીલર લઈને જતાં હતાં, લોહીલુહાણ હાલતમાં લાશ મળી

ન્યૂ વીઆઇપી રોડ પર રહેતાં મૂળ મેન્ટલ હોસ્પિટલના મહિલા નર્સ ડેપ્યુટેશનમાં ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં હતાં. શુક્રવારના રોજ મોડી સાંજે ટુ વ્હીલર પર ગોત્રી હોસ્પિટલમાં જતાં નર્સનું ભેદી સંજોગોમાં મોત નિપજ્યું હતું. મહિલા નર્સને અકસ્માત નડ્યો કે પછી તેમની હત્યા કરાઈ તે અંગે રહસ્ય સર્જાયું છે.

શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર રહેતાં શિલ્પાબેન પટેલ મૂળ મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં હોસ્પિટલના સ્ટાફને દર અઠવાડિએ ગોત્રી હોસ્પિટલમાં ફરજ આપવામાં આવી છે. જેમાં શિલ્પાબેનને મંગળવારથી નાઈટ ડ્યૂટી અપાઈ હતી. શિલ્પાબેનના પતિ સ્કૂલમાં શિક્ષક છે તો તેમની મોટી દીકરી ધો.9માં અને દીકરો પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરે છે.

સતત ચોથા દિવસે ડ્યૂટી હોવાથી શિલ્પાબેન પટેલે મોડી સાંજે ફોન કરી હોસ્પિટલ આવું છું, તેમ કહ્યું હતું અને સાંજે 7 વાગ્યા બાદ પોતાનું ટુ વ્હીલર લઈને હોસ્પિટલ જવા માટે નીકળ્યાં હતાં. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા શિલ્પાબેનના વાહનને કોઈ અજાણ્યા વાહને ખોડિયારનગર પાસે ટક્કર મારતાં તેઓ જમીન પર પછડાયા હતા. શિલ્પાબેનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. રાતે તેમનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો